બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / ભારત / Big blow to Anil Ambani in Delhi Metro case

Anil Ambani / દિલ્હી મેટ્રો કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, DMRCને રાહત, 20% શેર ધડામ

Priyakant

Last Updated: 02:47 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anil Ambani Latest News : અનિલ અંબાણીના બિઝનેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં પુનરાગમન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને તેમની કંપનીઓના શેર ઝડપી ગતિએ ચાલી રહ્યા હતા અને પછી.....

Anil Ambani News : દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, અનિલ અંબાણીના બિઝનેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં પુનરાગમન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને તેમની કંપનીઓના શેર ઝડપી ગતિએ ચાલી રહ્યા હતા. પરંતુ બુધવારે તેમના માટે એક ખરાબ સમાચાર આવ્યા અને અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો. સુપ્રીમ કોર્ટે તેમની કંપનીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ (DAMEPL)ને આપવામાં આવેલા મૂળ આર્બિટ્રલ એવોર્ડની સંપૂર્ણ રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. આ સમાચાર પછી તરત જ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં તીવ્ર ઘટાડો થયો અને તે લોઅર સર્કિટમાં પ્રવેશ્યો. 
 
શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાના શેર 9015 કરોડ રૂપિયાની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે 286.65 રૂપિયાના સ્તરે ખુલ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટમાંથી આ કંપની વિશેના સમાચાર આવતાની સાથે જ તે ખરાબ રીતે ઘટીને રૂ. 227.60 પર આવી ગયા. રિલાયન્સ ઈન્ફ્રા શેરમાં 20 ટકાની લોઅર સર્કિટ લાદવામાં આવી હતી. નોંધનીય છે કે, રિલાયન્સ ઇન્ફ્રાના શેરનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 308 અને નિમ્ન સ્તર રૂ. 131 છે.  

અનિલ અંબાણીને આંચકો
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેવામાં ડૂબેલા દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. 14 વર્ષથી ચાલી રહેલા દિલ્હી મેટ્રો સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને ઝટકો આપતાં DMRC ને રાહત આપી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, DMRC દ્વારા જમા કરવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે. રિલાયન્સ ઇન્ફ્રા અને DMRC વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દિલ્હી એરપોર્ટ મેટ્રોએ 2012માં દિલ્હી મેટ્રોની ખામીઓને ટાંકીને કરાર તોડ્યો.

આ કેસમાં અત્યાર સુધી શું-શું થયું ? 
DMRC દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશનને મંજૂરી આપીને સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે. જો આપણે સમગ્ર મામલાને સમજીએ તો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ડિવિઝન બેંચના નિર્ણય સાથે સંમત થયા છે અને તે નિર્ણયને યથાવત રાખ્યો છે જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) સામે આર્બિટ્રલ એવોર્ડ પેટન્ટની ગેરકાયદેસરતાથી પીડિત છે. DMRC અને DAMEPL (Delhi Airport Metro Express Private Limited) એ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી સેક્ટર 21 દ્વારકા સુધીની એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનને 30 વર્ષ માટે ડિઝાઇન, ઇન્સ્ટોલ, કમિશન, સંચાલન અને જાળવણી માટે 2008 માં કરાર કર્યો હતો.

વધુ વાંચો : 'ત્રણ વાર અમારા આદેશોની કરી અવગણના, હવે...', પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટનું સખ્ત વલણ

આ કિસ્સામાં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે અગાઉ DAMEPL (Delhi Airport Metro Express Private Limited)ની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેને પડકારતાં DMRC હાઇકોર્ટમાં પહોંચી હતી, જ્યાં બેન્ચે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો. આ પછી અનિલ અંબાણીની કંપનીએ વર્ષ 2021 માં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો જ્યાં અનિલ અંબાણીની તરફેણમાં ચુકાદો આપતા મૂળ આર્બિટ્રલ એવોર્ડને યથાવત રાખવામાં આવ્યો. DMRCએ આના પર ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી જેને બુધવારે મંજૂર કરવામાં આવી હતી. મૂળ આર્બિટ્રલ એવોર્ડની રકમ અત્યાર સુધીમાં વધીને 8000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે DAMEPL હવે DMRCને પરત કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ