બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Big announcement, after Apple, Google will also make phones in India, it will hit the world, Sundar Pichai gave the information

MADE IN INDIA / મોટી જાહેરાત, Apple પછી Google પણ ભારતમાં બનાવશે ફોન, વિશ્વમાં વાગશે ડંકો, સુંદર પિચાઈએ આપી માહિતી

Pravin Joshi

Last Updated: 06:33 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું કે અમે ભારતમાં Pixel સ્માર્ટફોનનું સ્થાનિક સ્તરનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છીએ.

  • ગૂગલે ભારતમાં પોતાના ફોન બનાવવાની જાહેરાત કરી 
  • ગૂગલના સીઈઓ સુદર પિચાઈએ માહિતી આપી હતી
  • ભારતમાં ઉત્પાદન એકમો ખોલવામાં આવશે 


શું દુનિયા માનતી હતી કે એપલ ભારતમાં નિકાસ મોરચે આટલો મોટો હિસ્સો હાંસલ કરશે ? કદાચ ના. વિશ્વની તમામ કંપનીઓએ આ વસ્તુ જોઈ અને અનુભવી. હવે વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલે પણ ભારતમાં પોતાના ફોન બનાવવાની જાહેરાત કરી છે. જેના વિશે ખુદ ગૂગલના સીઈઓ સુદર પિચાઈએ માહિતી આપી છે. તેણે એ પણ જણાવ્યું કે ગૂગલનો પહેલો મેક ઇન ઇન્ડિયા ફોન ક્યારે લોન્ચ થશે. એપલ બાદ ગૂગલના આ પ્લાનિંગથી ભારત દુનિયાના તમામ દેશોને પાછળ છોડી દેવાની તૈયારી કરી રહ્યું છે. આનું કારણ એ છે કે જ્યારે ગૂગલ ભારતમાં આવશે ત્યારે સ્માર્ટફોન માર્કેટમાં શેર માટેની સ્પર્ધા ત્રિકોણીય બની જશે. જેમાં એપલ અને સેમસંગ પછી ગૂગલનું નામ હશે. ભારતમાં ઉત્પાદન એકમો ખોલવામાં આવશે તો રોજગારીની તકો ઉભી થશે અને ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ચાલો સૌપ્રથમ સુંદર પિચાઈની પોસ્ટ જોઈએ, જેમાં તેમણે મેક ઈન ઈન્ડિયા ગૂગલ ફોન વિશે માહિતી આપી છે.

 

સુંદર પિચાઈની યોજના

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું કે અમે ભારતમાં Pixel સ્માર્ટફોનનું સ્થાનિક સ્તરનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેણે પોતાના પ્લાનિંગ વિશે વધુમાં કહ્યું કે પહેલું ઉપકરણ વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતની ડિજિટલ વૃદ્ધિ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. અમે વૃદ્ધિમાં ભાગીદાર બનવા પણ ઈચ્છીએ છીએ. આ માટે તેમણે ભારતના વડાપ્રધાન અને અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો હતો.

શું હશે કિંમત?

સૌથી મોટો સવાલ એ છે કે Google Pixelની કિંમત શું હશે? ગૂગલ અને સીઈઓ સુંદર પિચાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી નથી. Apple ભારતમાં પણ ફોન એસેમ્બલ કરી રહી છે. પરંતુ ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. તેનું મહત્વનું કારણ એ છે કે એપલ હજુ પણ ફોનના પાર્ટ્સ આયાત કરે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું Google Pixel માત્ર અહીં જ એસેમ્બલ થશે કે પછી તેને સંપૂર્ણ રીતે અહીં બનાવવામાં આવશે. ભારતમાં Google Pixelની કિંમતો આ જ આધારે નક્કી કરવામાં આવશે.

ડિજિટલ ઇન્ડિયાને લઇ સુંદર પિચાઇએ કરી PM મોદીની પ્રશંસા, ગુજરાત માટે Googleએ  કરી મોટી જાહેરાત | Sundar Pichai praised PM Modi for Digital India, Google  made a big announcement for Gujarat

ગૂગલ એપલ સાથે સ્પર્ધા કરશે

એપલ અને ગૂગલ વચ્ચે વર્ષ 2024માં મોટી સ્પર્ધા શરૂ થશે. Googleનું Pixel iPhone સાથેની લડાઈમાં છે. બંનેની લોન્ચ ઇવેન્ટ પણ નજીકમાં જ થાય છે. આવી સ્થિતિમાં ભારતમાં ગૂગલ અને એપલ વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે. બંને ભારતમાં બજાર હિસ્સો મેળવવા માટે સ્પર્ધામાં હશે. જે રીતે Apple ભારતમાં એન્ટ્રી કરી છે તે જ રીતે ગૂગલ પણ તેની એન્ટ્રી કરવા જઈ રહ્યું છે.

સુંદર પિચાઈની સેલેરી ભારતના આ બજેટથી પણ છે વધારે, જાણીને નહીં આવે વિશ્વાસ |  alphabet ceo sundar pichai highest paid executives in 2019 world

એપલ પછી ગૂગલ અને બીજી ઘણી કંપનીઓ કતારમાં છે

ભારતમાં આવીને એપલે સાબિત કર્યું છે કે આ દેશમાં વિશ્વની ફેક્ટરી બનવાની ક્ષમતા છે. ભારત સરકાર પણ આનો ફાયદો ઉઠાવી રહી છે. ભારતમાં એપલનો ગ્રોથ બતાવીને દુનિયાની તમામ મોટી કંપનીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગૂગલે એક નવું નામ ઉમેર્યું છે, જે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળશે. જે બાદ ટેસ્લા પણ લાઈનમાં છે અને તેની સાથે ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ