બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big accident in crackers godown in Aravalli 4 workers killed in fierce fire

મોતની આગ / અરવલ્લીમાં ફટાકડા ગોડાઉનમાં મોટી દુર્ઘટના, ભીષણ આગમાં 4 શ્રમિકો જીવતા ભૂંજાયા, 5નું સલામત રીતે રેસ્ક્યૂ

Kishor

Last Updated: 09:25 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીમાં મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર આવેલ ગોડાઉનમા ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ચાર શ્રમિકોના મોત નિપજયાનું સામે આવ્યું છે.

  • અરવલ્લીમાં ફટાકડાના ગોડાઉનમા લાગી આગ
  • આગમાં ચાર મજૂર ભડથું
  • લલિત,અજય,રામભાઈ,સાજન નામના મજૂરોના મોત

અરવલ્લીના મોડાસામાં ફટાકડાના ગોડાઉનમાં આગને કારણે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં આગની ઝપેટમાં આવેલા 4 શ્રમિકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાનું સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં લલિત, અજય, રામભાઈ, સાજન નામના શ્રમિકોના મૃત્યુ નિપજયા છે. આ ઉપરાંત આગને કારણે 2 વાહનો પણ બળીને ખાક થયા છે તો દુર્ઘટનામાં કરોડોનું નુકસાન થયુ હોવાની પણ આશંકા વ્યાકત કરાઈ રહી છે. ઉપરાંત અંદર ફસાયેલા 5 લોકોને સલામત બહાર કઢાયા છે.

ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા
આગને લઈને ગાંધીનગર અને હિંમતનગરથી ફાયર ફાઈટર બોલાવાયા છે. હાલ મોડાસાણાની ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ છે. વેલ્ડિંગના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.લોકોના ટોળાને દૂર કરવા પોલીસ કાફલો ઉતારાયો છે.મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. બપોરના સમયે લાગેલી આગથી અફરાતફરી મચી ગઈ છે. આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છેકે ગોડાઉનમાં લાગેલી આગે રહેણાક મકાનોને પણ લપેટમાં લીધા હતા.

 

10 જેટલા લોકો ફસાયનું અનુમાન મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. બીજી તરફ મેજર ફાયર કોલ ડિકલેર થઈ ચૂક્યો હતો આગમાં ચાર મજૂરોના મોત થયા હતા. આ મામલે ફાયર ચીફઓફિસર સંજય પંડયાએ જણાવ્યું કે અત્યારે મેજર ફાયર કોલ ડિકલેર કરી દેવામાં આવ્યો છે. આસપાસની નગરપાલિકા અને ગાંધીનગરથી મદદ પહોંચી રહી છે. બે નગર પાલિકામાંથી ગાડી પણ આવી ગઈ છે. ગોડાઉન ફટકડાનું છે. એટલે અંદાજો લગાવી શકાય કે સ્પાર્ક કે ગરમીના કારણે ઘટના બની હોય તેવું પ્રાથમિક તારણ નીકળે છે.અને આગને કાબુમાં લેવા ગાંધીનગર, પ્રતિજ, હિંમતનગર, ઇડર, મોડાસા સહિતના ફાયરની ટિમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. મોડાસા નજીક ફટાકડા ફેકટરીમાં લાગેલી આગ ન બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ મોડાસા ટાઉન પોલીસને કડક કાર્યવાહી સૂચના આપતા ટાઉન પોલીસે ગોડાઉન માલિક અને તેના ભાઈ સામે ટાઉન પોલીસે ગંભીર ગુનો દાખલ કર્યો હતો.પોલીસે સા અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ