બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાયકલ બારોબાર વેચી માર્યાના કૌભાંડમાં શિક્ષણ વિભાગ એક્ટિવ, VTV અહેવાલની અસર
જામનગરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ અને વર્ગ 9થી12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવે છે જેથી તેઓ અપડાઉન કરતા હોયતો તેમને કોઈ તકલીફ ન પડે. પરંતુ આ યોજનામાં મોટી ગેરરીતિ સામે આવી છે. વિદ્યાર્થિનીઓને મળતી સાયકલ બજારમાં બારોબાર વેચાઈ રહી હોવાનો ખુલાસો VTVNEWSના અહેવાલ બાદ થયો છે. આ ખુલાસાથી શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગયી છે.
ADVERTISEMENT
વાસ્તવમાં, સરસ્વતી સાધના યોજના એ એવી યોજના છે જેનો હેતુ ગરીબ પરિવારની દીકરીઓને શૈક્ષણિક સહાય આપવાનો છે. પરંતુ જામનગર જિલ્લાના કેટલાક લોકો દ્વારા આ યોજનાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. વિદ્યાર્થિનીઓના નામે સાયકલ આવી તો ખરી પણ તેને બારોબાર વેચી મરાઈ હોવાનો ભેદ ખુલ્યો છે.
VTVNEWS દ્વારા આ કૌંભાડનો પર્દાફાશ કરતા તંત્રની આંખ ઉઘડી છે. જેના કારણે DEO ઓફિસ હરકતમાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર કૌંભાડ અંગે તપાસના આદેશ આપ્યા છે. અને સમગ્ર મામલામાં જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ADVERTISEMENT

તંત્ર દ્વારા હવે તમામ વિદ્યાર્થિનીઓ પાસેથી માહિતી એકઠી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોણે સાયકલ મેળવી, ક્યારે સાયકલ મળી અને વિદ્યાર્થીની પાસે હાલ સાયકલ હાજર છે કે નહીં એવી તમામ માહિતી મેળવામાં આવી રહી છે. સાયકલ ક્યાં ગઇ અને કોણે વેચી તેનું પણ ટ્રેકિંગ શરૂ થયું છે. આ સાથે સંબંધિત શાળા સંચાલકોને પણ પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: વલસાડ બ્રિજમાં તપાસનો ધમધમાટ શરૂ, ફટકારાઇ નોટિસ, માંગ્યો ખુલાસો
આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ હવે જામનગર જિલ્લામાં શિક્ષણ તંત્ર આ મામલે વધુ ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. ગરીબ વિદ્યાર્થીનીઓના અધિકાર સાથે છેડછાડ કરનારાઓ સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.