બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Bhuvo was caught red-handed in Ahmedabad's Bopal and people were shocked, the women alleged

બોગસ / અમદાવાદના બોપલમાં રેડ પાડતા એવો ભુવો ઝડપાયો કે લોકો ચોંકી ગયા, મહિલાઓએ લગાવી દીધો આરોપ

Mehul

Last Updated: 10:54 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોપલ આંબલી ગામમાં રહેતા એક ભુવા નિમેષ બાપુને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યો..લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે રૂપિયા પડાવતો હોવાનો ભુવા પર આરોપ લાગ્યો હતો

  • અમદાવાદમાં વિજ્ઞાન જાથાએ તાંત્રિક ઝડપાવ્યો 
  • જાથાએ ડમી મહિલાને મોકલી ભૂવાનો પર્દાફાશ 
  • ભૂવા-ભારાડીથી ચેતી જવા વિજ્ઞાન જાથાની અપીલ 

બોપલ આંબલી ગામમાં રહેતા એક ભુવા નિમેષ બાપુને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યો..લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે રૂપિયા પડાવતો હોવાનો ભુવા પર આરોપ લાગ્યો હતો.જેને લઈ વિજ્ઞાન જાથાએ ડમી વ્યક્તિ મોકલી પર્દાફાશ કર્યો હતો. પોલીસ ટિમ સાથે વિજ્ઞાન જાથા ની ટિમ આંબલી ગામ પહોંચી અને અટકાયત તાંત્રિક ની અટકાયત કરી.

ભૂવાનો આવી રીતે કર્યો પર્દાફાશ 

આંબલી પોલીસ ચોકીમાં  26 વર્ષીય યુવક પટેલ નિમેષબાપુ ઘરે માતાજીનું સ્થાનક બનાવી ઘઉં દાણા જોવાનું ભુવા તરીકેછેલ્લા 6 વર્ષથી કામ કરતો. ભુવા નિમેષ બાપુ લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે બે હજારથી લઈ પાંચ લાખ સુધી રૂપિયા લેતો હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાં વિજ્ઞાન જાથાએ એક ડમી મહિલાને મોકલી ભૂવાનો પર્દાફાશ કર્યો છે. એક ડમી મહિલાએ ભુવા નિમેષનો સંપર્ક કરી પહોંચી હતી ત્યાં ડમી મહિલાએ પોતાના પતિ સાથે તકરાર ને લઇ સમસ્યા દૂર કરવા આવી હોવાનું જણાવી મહિલા પાસે બાધા રાખવાનું કહી 10 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો. જેને લઈ વિજ્ઞાન જાથાએ આંબલી પોલીસ ચોકી પોલીસ કર્મી સાથે ભુવા ઘરે જઈ પકડ્યો હતો. 

એક વખત તો જાથાએ છોડી મુક્યો હતો 

વિજ્ઞાન જાથાને ફરિયાદ મળી હોવાથી એક ડમી વ્યક્તિ મોકલી ભુવા પકડ્યો હતો..જો કે વિજ્ઞાન જાથા પ્રમુખ જ્યંત પંડ્યા કહ્યું કે ભુવા નિમેષ પટેલ પીડિત વ્યક્તિને જ કાનમાં બોલવાની કુપ્રથા સાથે શરીરના અંગો અડવાની વિકૃતિ ધરાવતો હોવાના આરોપ લગાવ્યા હતા. જો કે વિજ્ઞાન જાથા દ્વારા એક વખત માફી મંગાવી છોડી દીધો હતો જેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી પરંતુ ભુવા તરીકે કોઈ દિવસ કામ નહીં કરવાની બાંયધરી આપી હતી. સાથે જ વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા ભુવાઓથી દૂર રહો અને કોઈ ભોગ બન્યા હોય તો સંપર્ક કરવો.


પૂછપરછ માં એ બાબત પણ સામે આવી કે ભુવાજી ને કામ કરી આપવાના બદલામાં કોઈ એક વ્યક્તિએ મોંઘી કાર પણ ગિફ્ટ કરી હતી. તો લોકોની મજબૂરીનો લાભ લઇ તેમની પાસેથી બે હજાર થી લઈ 5 લાખ રૂપિયા સુધી ની રકમ લીધી હોવાનો દાવો વિજ્ઞાન જાથા ની ટીમે કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ