બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Bhushan Desai joined eknath shinde shivsena party, set back to Uddhav Thackrey

રાજનીતિ / ઉદ્ધવ ઠાકરેને ફરી મોટો ઝટકો: નજીકના વ્યક્તિ સુભાષ દેસાઇના પુત્ર શિંદે જુથમાં, શિવસેનામાં સામેલ

Vaidehi

Last Updated: 07:35 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. હવે તેમના નજીકી અને ઉદ્ધવ જૂથનાં મોટા નેતા સુભાષ દેસાઈનાં પુત્ર ભૂષણે પણ એકનાથ શિંદેની શિવસેનાનો હાથ પકડી લીધો છે.

  • ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર મોટો ઝટકો
  • ભૂષણ પણ એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાયા
  • કહ્યું, મને તેમના પર વિશ્વાસ છે

શિવસેના નામ અને ચિહ્ન છીનવાયા બાદ પણ ઉદ્ધવ ઠાકરેને એક પછી એક ઝટકાઓ લાગી રહ્યાં છે. હવે ઉદ્ધવ ઠાકરેનાં નજીકી અને જૂથનાં નેતા સુભાષ દેસાઈનાં દિકરા ભૂષણે એકનાથ શિંદેની શિવસેનાનો હાથ પકડ્યો છે. પાર્ટીમાં શામેલ થયાં બાદ ભૂષણે કહ્યું કે તેમને શિંદેની કામ કરવાની રીત પસંદ છે તેથી તેણે શિવસેનામાં શામેલ થવાનો નિર્ણય કર્યો છે. સોમવારે એકનાથ શિંદેનાં નેતૃત્વમાં તેમણે શિવસેનાની સદસ્યતા લીધી.

 બાલાસાહેબ મારા ભગવાન છે: ભૂષણ
શિવસેનામાં શામેલ થયા બાદ ભૂષણ દેસાઈએ કહ્યું કે બાલાસાહેબ મારા ભગવાન છે. એકનાથ શિંદે હિંદુત્વ વિચારોને આગળ વધારી રહ્યાં છે. મને તેમના પર વિશ્વાસ છે. તેમની સાથે પહેલાં પણ કામ કરેલ છે અને આગળ પણ તેમની સાથે જ ઊભો રહીશ. એક સામાજિક કાર્યકર્તા હોવાને લીધે શિંદેથી હું પ્રેરિત છું.

એકનાથ શિંદેએ વિધાનસભામાં કર્યો ઉલ્લેખ
ભૂષણનાં પાર્ટીમાં શામેલ થયા બાદ એકનાથ શિંદેએ કહ્યું કે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. અહીં આપણું સેશન ચાલુ છે અને ભૂષણ સુભાષ દેસાઈ આપણી સાથે શામેલ થયાં છે. બાલાસાહેબનાં વિચાર પર ચાલતી સરકાર મહારાષ્ટ્રમાં છે. CM શિંદેએ આગળ કહ્યું કે જ્યારે અમે અલગ થવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અમારી સાથે 40 વિધાયક અને 13 સાંસદ હતાં. પરંતુ તેના બાદ અનેક લોકો અમારી સાથે જોડાયા હતાં.

6-7 મહિનામાં મુંબઈની તસવીર બદલાઈ
તેમણે આગળ જણાવ્યું કે છેલ્લાં 6-7 મહિનાઓમાં મુંબઈ બદલીને પહેલાંથી પણ વધારે સારું થઈ ગયું છે. આ પહેલાં મુંબઈમાં શાસન કરનારાં તેને વધુ સારું ન બનાવી શક્યાં. લોકોને લાગે છે કે આપણી સરકાર સરકારનાં લોકો માટે કામ કરે છે. આ તમામ વાતોને જોતાં ભૂષણ દેસાઈ આપણી સાથે જોડાયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bhushan Desai Eknath Shinde Shivsena Uddhav Thackrey મહારાષ્ટ્ર રાજનીતિ શિવસેના Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ