બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Politics / Bhupendra Patel's entry in the top 5 most popular Chief Ministers of this state

સર્વે / UPના યોગી બીજા નંબરે, આ રાજ્યના મુખ્યમંત્રી સૌથી લોકપ્રિય, ટોપ 5માં ભૂપેન્દ્ર પટેલની એન્ટ્રી, સર્વે જાહેર

Priyakant

Last Updated: 10:40 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Popularity Survey Latest News: ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓ પર કરવામાં આવેલા સર્વેના ખૂબ જ રસપ્રદ પરિણામો બહાર આવ્યા, જાણો કોણ છે પ્રથમ નંબરે ?

  • લોકસભા ચૂંટણી પહેલા દેશના લોકપ્રિય મુખ્યમંત્રીને લઈ થયો સર્વે 
  • ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં બીજા ક્રમે 
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ચોથા નંબરે 

CM Popularity Survey : લોકસભા ચૂંટણી પહેલા એક સર્વેમાં દેશના લોકપ્રિય મુખ્યમંત્રીઓને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓ પર કરવામાં આવેલા સર્વેના પરિણામો ખૂબ જ રસપ્રદ બહાર આવ્યા છે. તાજેતરના એક સર્વે મુજબ યુપીના CM યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં બીજા ક્રમે છે. ત્રીજા નંબરે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા છે. જોકે સર્વે અનુસાર પ્રથમ સ્થાન પરનું નામ ઘણું આશ્ચર્યજનક છે.

રાજ્યના મુખ્ય પ્રધાનોના કાર્યનું મૂલ્યાંકન કરવા માટે હાથ ધરાયેલા તાજેતરના સર્વે અનુસાર ત્રિપુરાના મુખ્ય પ્રધાન ડૉ.માણિક સાહા મુખ્ય પ્રધાનોમાં લોકપ્રિયતા રેટિંગના સંદર્ભમાં ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે. સર્વેનો ઉદ્દેશ્ય દેશના મુખ્ય પ્રધાનોની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાનો હતો, જેનાથી કેટલાક રસપ્રદ પરિણામો સામે આવ્યા છે.

જાણો કોણ છે પ્રથમ નંબરે અને ગુજરાતના CM કયા નંબર પર ? 
સર્વે અનુસાર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક 52.7 ટકાના અભૂતપૂર્વ લોકપ્રિયતા રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 51.3 ટકા લોકપ્રિયતા રેટિંગ સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા છે, જેમને 48.6 ટકા રેટિંગ મળ્યું છે. આ તરફ ચોથા નંબરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, જેમને 42.6 ટકા રેટિંગ મળ્યું છે તો વળી ડૉ. માણિક સાહા 41.4 ટકા લોકપ્રિયતા રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.

વધુ વાંચો: રશિયા અને અમેરિકાને કેવી રીતે બેલેન્સ કરો છો? વિદેશમંત્રી જયશંકરનો સ્માર્ટ જવાબ, પડખે હતા અમેરિકી સમકક્ષ

જાહેર અભિપ્રાયના સર્વે પછી ત્રિપુરાના એક સ્થાનિક રહેવાસી અને ઉદ્યોગપતિએ મુખ્યમંત્રી સાહાની પ્રશંસા કરી અને કહ્યું, મુખ્યમંત્રી સાહા પ્રામાણિક છે, અને હંમેશા પાયાના સ્તરે કામ કરે છે. કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે તેઓ હંમેશા હાજર રહે છે. નોંધનીય છે કે, માર્ચ 2023માં દંત ચિકિત્સક બનેલા-ભાજપના નેતા માણિક સાહા જેમણે પક્ષને ત્રિપુરામાં સત્તા પર પહોંચાડ્યો હતો તેમણે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપને જીત અપાવનાર માણિક સાહા ડેન્ટલ સર્જન છે જે 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમને 2020માં રાજ્ય પક્ષના વડા બનાવવામાં આવ્યા હતા અને માર્ચ 2022 માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ