બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'ભવનાથ સાધુના ખેલ એપસ્ટિન ફાઈલ કરતાં પણ ખતરનાક' અમરગીરી બાપુનો ગંભીર આરોપ
Last Updated: 01:08 PM, 20 February 2026
ઘણા દિવસથી ભવનાથના સાઘુઓનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. હવે ભવનાથ મંદિરના પૂર્વ મહંત રધુનાથગીરીના શિષ્ય અને વર્ષોથી ભવનાથ મંદિરના મહંત તરીકેના દાવેદાર અમરગીરી બાપુએ ગિરનાર સાઘુ મંડળના પ્રમુખ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત એવા ઈન્દ્રભારથી સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ઈન્દ્રભારથી સામે ભવનાથ ગુરૂશિષ્ય પરંપરાના અમરગીરી મેદાને, નશાકારક પદાર્થ અને છોકરીઓના કારોબાર જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આવો જાણીએ કે, હકીકતમાં ઘટના શું બની આ વિવાદની શરુઆત કેવી રીતે થઇ?
ADVERTISEMENT
શું છે આરોપ?
અમરગીરી બાપુએ દાવો કર્યો છે કે ભવનાથના કેટલાક સાધુઓ ધર્મની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમના પક્ષે કરવામાં આવેલા આક્ષેપોમાં નીચે મુજબના મુદ્દાઓ કેન્દ્ર સ્થાને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રીતે થયો વિવાદ શરૂ
ADVERTISEMENT
કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું ત્યારથી શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. વર્ષોથી ભવનાથ મંદિરના મહંત માટે લડાઈ કરતા અને રધુનાથગીરીના શિષ્ય એવા અમરગીરીએ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના આક્ષેપોને સમર્થન આપ્યું છે. તેણે ઈન્દ્રભારથી સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, તેઓ ઈન્દ્રભારથીથી ડરતા નથી, ‘ઈન્દ્રભારથીના રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં જે સંચાલન છે તે એપસ્ટીનની ફાઈલ ખૂલી તેના કરતા પણ વધારે મોટું છે. ઈન્દ્રભારથી દ્વારા આશ્રમના ગેઈટ બંધ રાખવાની બાબત વ્યાજબી નથી.
કાળો વ્યાપાર
ADVERTISEMENT
છોકરીઓ લાવતા હોય, ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકેઈન મહાત્માઓ કરતા હોય છે. આ મહાત્માઓનો કરોડો રૂપિયાનો આશ્રમ છે. રાજાઓની જેમ રજવાડી ઠાઠ ભોગવે છે કેમ કે બે નંબરના ધંધા કરે છે.’ સૌથી ચોંકાવનારા આક્ષેપ કર્યા છે કે, ‘ભવનાથને પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને અમારા ગુરૂભાઈ રમેશગીરી બાપુની હત્યા શંકાસ્પદ છે.’ તેમણે સરકારને વિનંતી કરી છે કે, તેવો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે સાઘુના વેશમાં રહી કુકર્મ કરે છે, તેમના કપડાં ઉતરી જવા જોઈએ.
તાત્કાલીક નવા મહંતની નિમણૂકની માગ
ADVERTISEMENT
અમરગીરીએ ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક બાબતે કલેક્ટર અને પ્રાંત અધિકારીને વિનંતી કરી છે કે, બંને મંદિરના મહંત તરીકેના નિમણૂક ઓર્ડર વહેલી તકે જારી કરવામાં આવે. આ નિમણૂક પ્રક્રિયા જેટલી જલ્દી પૂર્ણ થાય તેટલું જ ભવનાથનું હિત છે. આ ઉપરાંત અમરગીરીએ વઘુમાં આક્ષેપ કર્યો છે કે, અત્યારે જે મૃગીકુંડમાં ગૃહસ્થીઓએ સ્નાન કર્યાનો વિવાદ ચાલે છે તેમાં સાઘુની સંડોવણી શોભે નહીં, સાઘુ સમાજે મર્યાદા જાળવવી જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.