બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharatsinh solanki and his wife clash video viral

ઘરકંકાસ / ભરતસિંહના પત્ની રેશ્માએ ઘરમાં આવેલ યુવતીને ઝીંકી દીધા લાફા, ઝપાઝપીનો VIDEO થયો વાયરલ

Dhruv

Last Updated: 12:34 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ ભરતસિંહના ઘરે પહોંચતા ઘરે અન્ય યુવતી જોવા મળતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હોવાનો વીડિયો વાયરલ.

  • ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની વચ્ચે બબાલનો વીડિયો વાયરલ
  • પત્નીએ ભરતસિંહના ઘરે અન્ય યુવતી જોવા મળતા હોબાળો મચાવ્યો
  • વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને તેમની પત્ની અને અન્ય યુવતી વચ્ચે ઝપાઝપી

ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેની તકરારની વાત આજકાલની નથી. કારણ કે, અગાઉ પણ તેઓ એકબીજા વિરુદ્ધ જાહેરમાં આક્ષેપો કરી ચૂક્યા છે. ત્યારે એકવાર ફરી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પત્ની રેશ્મા પટેલને ભરતસિંહના ઘરે યુવતી જોવા મળતા પત્નીએ ભારે હોબાળો મચાવ્યો છે. વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને પત્ની વચ્ચે ભારે ઝપાઝપી થયેલી જોવા મળે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અગાઉ પણ ઘણી વાર વિવાદ સામે આવી ચૂક્યો છે

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 2 મહિના પહેલાં ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચે ચાલતી તકરાર વચ્ચે રેશ્મા પટેલ અમેરિકાથી પરત ફર્યા બાદ રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, 'મે પોલીસ પાસે રક્ષણ માંગ્યું છે અને ના છૂટકે કોર્ટમાં જવું પડ્યું છે. જો કે મારો અધિકાર છે અને હું અહીં જ રહીશ. હું હાલ ઘરે જાઉ તો મને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. ના છૂટકે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે.'

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ અગાઉ રાહુલ ગાંધીને પણ આ મામલે ફરિયાદ કરી હતી. અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતાં રેશ્મા પટેલે ભરતસિંહ મામલે જણાવ્યું હતું કે, 'છેલ્લાં ઘણાં સમયથી મે ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય નથી મળ્યો. મારા પતિ ભરતસિંહ સોલંકીના ડરથી હું અમેરિકા આવી ગઇ છું. ભરતસિંહ અમેરિકા આવ્યા પરંતુ મને સંપર્ક કર્યો નથી. હાલ મારી આર્થિક સ્થિતિ હાલ સારી નથી. મને ન્યાય મળે એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું.'

પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી: ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લાં 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાંકીય લેવડ દેવડ કરવી નહીં. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.'

મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા: રેશ્મા પટેલ

વધુમાં જણાવી દઇએ કે, રેશ્માબેન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મે તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરંતુ સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન  પટેલે આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ