બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Bharatiya Janata Party president JP Nadda's wife's car stolen

દિલ્હી / ગજબ કહેવાય ! ભાજપ અધ્યક્ષ નડ્ડાની પત્નીની કાર ગાયબ થઈ, કોણ લઈ ગયું? મોટો ઘટસ્ફોટ

Priyakant

Last Updated: 09:08 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JP Nadda's wife's car Stolen Latest News: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર ચોરાઈ ગઈ, અંતે ડ્રાઇવરે નોંધાવી પોલીસ ફરિયાદ

JP Nadda's wife's car Stolen : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર ચોરાઈ ગઈ છે. વાત જાણે એમ છે કે, ડ્રાઈવર કાર સર્વિસ માટે દિલ્હીના ગોવિંદપુરી ગયો હતો. 19 માર્ચના રોજ સર્વિસ સેન્ટરમાંથી જ ફોર્ચ્યુનર કારની ચોરી થઈ હતી. પોલીસે ડ્રાઈવરની ફરિયાદ પર FIR નોંધી છે. પોલીસ કારની શોધખોળમાં વ્યસ્ત છે.

સત્તાવાળાઓએ સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી છે અને જાણવા મળ્યું છે કે ચોરાયેલી કાર ગુરુગ્રામ તરફ જતી જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક પ્રયાસો છતાં હજુ સુધી વાહનનો કોઈ પત્તો મળ્યો નથી. ચોરાયેલી ફોર્ચ્યુનર પાસે હિમાચલ પ્રદેશનો રજીસ્ટ્રેશન નંબર છે અને પોલીસ ચોરાયેલી કારને શોધવા અને તેને મેળવવા માટે વધુ તપાસ કરી રહી છે.

રાજધાની દિલ્હીમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. આ અંગે એક મીડિયા રિપોર્ટ પણ સામે આવ્યો છે કે નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર)માં દર 14 મિનિટે વાહન ચોરીની ઘટના બને છે. એ જ રીતે ACKO એ થોડા દિવસો પહેલા વાહન ચોરીની ઘટનાઓ પર આધારિત 'થેફ્ટ એન્ડ ધ સિટી 2024' ની તેની બીજી આવૃત્તિ બહાર પાડી હતી, જેમાં એવું નોંધવામાં આવ્યું હતું કે, ભારતમાં 2022 અને 2023 વચ્ચે વાહન ચોરીના બનાવોમાં 2.5 ગણો વધારો થયો છે.

આ ઉપરાંત આ રિપોર્ટમાં ચોરો દ્વારા કઇ કારને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી છે, ચોરીના બનાવોના હોટ સ્પોટ અને કયા શહેરમાં સૌથી વધુ વાહન ચોરી થઈ છે જેવા અનેક રસપ્રદ ખુલાસા થયા છે. આવા ઘણા તથ્યો આ અહેવાલમાં રજૂ કરવામાં આવ્યા છે. 

વધુ વાંચો: મહાકાલેશ્વર મંદિરમાં મોટી દુર્ઘટના, હોળી રમતાં સમયે લાગી ભીષણ આગ, 13 પૂજારી દાઝ્યાં

એક મીડિયા રિપોર્ટ અનુસાર નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર)માં દર 14 મિનિટે વાહન ચોરીની એક ઘટના બની છે. 2023માં દરરોજ વાહન ચોરીના સરેરાશ 105 કેસ નોંધાયા છે. મંગળવાર, રવિવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસે સૌથી વધુ વાહન ચોરીના બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં લોકોએ આ ત્રણ દિવસોમાં ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. જોકે આ ત્રણ દિવસમાં જ વાહનચોરીની સૌથી વધુ ઘટનાઓ શા માટે બની છે તે બહાર આવ્યું નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ