બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Bharat Singh Solanki hints at re-entry into active politics
ADVERTISEMENT
ભરતસિંહ સોલંકી ફરી સક્રિય રાજકારણમાં આવશે
ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના પારિવારિક વિવાદના કારણે થોડા સમયમાં સક્રિય રાજકારણમાંથી શોર્ટ ટાઇમનો બ્રેક લઈ રહ્યા છે.ત્યારે આજે બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના જન્મજયંતિના વંદન કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી હતી.જેમાં તેઓએ પુનઃ જણાવ્યું હતું કે, તેઓ પુનઃ સક્રિય રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે.ભરતસિંહ સોલંકીના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમાવો વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
પારિવારિક વિવાદના કારણે સક્રિય રાજકારણમાંથી લીધો હતો બ્રેક
મહત્વનું છે કે, ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના રાજકીય જીવનને લઇને સૌથી મોટી જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે, 'I am Taking a break from this direct active politics. હાલ હું શોર્ટ ટાઇમનો બ્રેક લઈ રહ્યો છું. જે 2 મહિનાનો, 3 મહિનાનો, 4 મહિનાનો કે 6 મહિનાનો પણ હોઇ શકે. But I am having a break.'
ADVERTISEMENT
ગુજરાતની રાજનીતીમાં હલચલ મચી
ઉલ્લેખનીય છે કે,ભરતસિંહ સોલંકી અને તેમની પત્નીએ વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે 3જી જુન 2022ના રોજ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, તેઓ થોડા સમય માટે સક્રિય રાજકારણમાં બ્રેક લઈ રહ્યાં છે. ત્યારે આજે બોરસદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પુનઃ સક્રિય રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.