બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Best Winter Vegetables: will root out many diseases like diabetes and immunity problems

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસ, ઇમ્યુનિટી પ્રોબ્લેમ... જેવી અનેક બીમારીઓનો કરશે જડમૂળથી નિકાલ આ 5 શાકભાજી, ઠંડીની સિઝનમાં છે રામબાણ

Pooja Khunti

Last Updated: 03:21 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Winter Vegetables: શિયાળામાં થતાં શાકભાજીનું સેવન ગુણકારી માનવામાં આવે છે. પાલક, મૂળા અને ગાજર જેવી અનેક શાકભાજી શરદી અને ફ્લૂથી સામે રક્ષણ કરવામાં અસરકારક સાબિત થાય છે. તેની અંદર રહેલાં પોષક તત્વ સ્વાસ્થ્યને સારું રાખે છે.

  • પાલકની અંદર એન્ટિઓક્સિડેન્ટ હોય છે
  • વટાણા પાચન તંત્ર માટે લાભકારી છે
  • તમને ડાયાબિટીસ હોય તો મૂળાનું સેવન કરવું જોઈએ

શિયાળામાં સ્વાસ્થ્યને સારું રાખવું થોડું મુશ્કેલ છે. ગરમ કપડાં પહેરવાની સાથે આહારમાં પણ ધ્યાન રાખવું પડે છે. ખાનપાનથી સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. પોષ્ટીક આહાર, બીમારીઓથી બચવામાં મદદરૂપ થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. આ ઋતુમાં ફળ અને શાકભાજીની કોઈ કમી નથી હોતી. શિયાળામાં ઘણાં એવા શાકભાજી પણ થાય છે જેમનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો, ઠંડી અને ફ્લૂ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. શિયાળાની ઋતુમાં શરીરનું મેટાબોલીસમ રેટ ઓછું થઈ જાય છે. જેનાં કારણે પાચન તંત્ર પ્રભાવિત થાય છે. એવાં માટે યોગ્ય ખાનપાન ખૂબજ જરૂરી હોય છે. શિયાળામાં ગરમ ખોરાક ખાવો જોઈએ. આ ઋતુમાં જંક ફૂડ ન ખાવું જોઈએ. 

શિયાળામાં થતાં 5 શ્રેષ્ઠ શાકભાજી 

પાલક 
પાલકની અંદર વિટામિન, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે. પાલકનાં સેવનથી સ્વાસ્થ્ય સારું રહે છે. તમે તેનું જ્યુસ અથવા સૂપ બનાવી સેવન કરી શકો. પાલકની અંદર એન્ટિઓક્સિડેન્ટ હોય છે. જે બીમારીઓથી બચાવે છે. 

ગાજર 
શિયાળામાં ગાજરનું સેવન કરવું જોઈએ. તેની અંદર બીટા કેરોટિનનો સારો સ્ત્રોત હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગાજરનાં સેવનથી ફ્લૂની બીમારી નથી થતી. ગાજર આંખો માટે ફાયદાકારક છે. ગાજરનાં સેવનથી મગજ તંદુરસ્ત રહે છે અને લોહીનું શુધ્ધિકરણ થાય છે. 

વટાણા 
વટાણાની અંદર પ્રોટીન, પોટેશિયમ, ફાયબર અને ઝીંક હોય છે. વટાણા પાચન તંત્ર માટે લાભકારી છે. તે શરીરને બળતરા અને મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે. 

મૂળા 
મૂળાની અંદર વિટામિન C અને પોટેશિયમ હોય છે.  જો તમને ડાયાબિટીસ હોય તો મૂળાનું સેવન કરવું જોઈએ. આ લીવરનાં કાર્યને વધારે છે. આ કિડની અને લિવરને સાફ રાખે છે. 

કેળાં 
શિયાળામાં કેળાનાં સેવનને સારું માનવામાં આવે છે.  કેળામાં વિટામિન, મિનરલ્સ, ફાયબર અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે.  તેની અંદર એન્ટિઇન્ફ્લેમેન્ટ્રી ગુણ હોય છે. આ શિયાળામાં બીમારી સામે આપણું રક્ષણ કરે છે.  કેળાનું સેવન આંખો અને હાડકાં માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ