બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વિદેશ ફરવાનું સપનું છે? ભારતમાં જ છે 7 એવી જગ્યાઓ, જ્યાં મળશે ફ્રાન્સ-સ્વિટ્ઝર્લેન્ડ જેવી વાઇબ

photo-story

8 ફોટો ગેલેરી

તમારા કામનું / વિદેશ ફરવાનું સપનું છે? ભારતમાં જ છે 7 એવી જગ્યાઓ, જ્યાં મળશે ફ્રાન્સ-સ્વિટ્ઝર્લેન્ડ જેવી વાઇબ

Last Updated: 12:24 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

યુરોપ ફરવાનું સપનું હોય પરંતુ વધારે ખર્ચ અને વિઝાની ચિંતા હોય તો ભારતમાં જ કેટલીક એવી સુંદર જગ્યાઓ છે જ્યાં તમને વિદેશ જેવો અનુભવ મળી શકે છે. અહીં બરફીલા પહાડોથી લઈને સુંદર બીચ અને રંગીન ઇમારતો સુધી બધું જોવા મળે છે.

1/8

photoStories-logo

1. વિદેશ ફરવાનું સપનું છે?

ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ કે અન્ય યુરોપિયન દેશો જેવી સુંદરતા માણવા માટે હંમેશા વિદેશ જવું જરૂરી નથી. ભારતના અલગ-અલગ રાજ્યોમાં આવેલી આ સાત જગ્યાઓ કુદરતી સુંદરતા અને અનોખા વાતાવરણ માટે જાણીતી છે. ઓછા બજેટમાં અહીં ટ્રાવેલ પ્લાન બનાવી શકાય છે. તો જાણો આ સાત ખાસ ડેસ્ટિનેશન વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પુડુચેરી

જો તમને ફ્રાન્સની સુંદર ગલીઓ અને ઇમારતો પસંદ છે તો પુડુચેરી તમારા માટે ખાસ જગ્યા બની શકે છે. અહીં ફ્રેન્ચ કોલોનિયલ સ્ટાઇલની ઇમારતો અને રંગબેરંગી ગલીઓ જોવા મળે છે. દરિયાકિનારે આવેલા કેફે અને શાંત વાતાવરણ અહીંના પ્રવાસને વધુ ખાસ બનાવે છે. પુડુચેરીમાં ફરતી વખતે ઘણી જગ્યાએ તમને યુરોપિયન શહેરમાં ફરતા હોવાનો અનુભવ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ઔલી

ઉત્તરાખંડનું ઔલી બરફથી ઢંકાયેલા પહાડો અને સ્કીઇંગ માટે જાણીતું છે. શિયાળામાં અહીંનો બરફથી ઢંકાયેલો નજારો યુરોપના આલ્પાઇન વિસ્તારોની યાદ અપાવે છે. ઊંચા પહાડો અને આસપાસનું શાંત વાતાવરણ ઔલીને વિન્ટર ટ્રાવેલ માટે ખાસ બનાવે છે. જો તમને સ્વિટ્ઝર્લેન્ડ જેવા બરફીલા નજારા પસંદ હોય તો ઔલી તમારી ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મુન્નાર

કેરળનું મુન્નાર હરિયાળા ચાના બગીચા, ઠંડુ વાતાવરણ અને સુંદર પહાડો માટે જાણીતું છે. અહીં દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા અને ધુમ્મસથી ઢંકાયેલા પહાડો ખૂબ સુંદર લાગે છે. શાંત વાતાવરણ અને કુદરતી સુંદરતા તમને યુરોપના હિલ સ્ટેશન જેવી ફીલ આપી શકે છે. કપલ અને પરિવાર સાથે ફરવા માટે પણ મુન્નાર સારો વિકલ્પ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. અંદમાન અને નિકોબાર

જો તમને વિદેશી આઇલેન્ડ જેવી રજાઓ ગાળવી હોય તો અંડમાન અને નિકોબાર જઈ શકો છો. અહીંનું વાદળી સમુદ્રનું પાણી, સફેદ રેતીવાળા બીચ અને સુંદર કુદરતી નજારો પ્રવાસીઓને આકર્ષે છે. સ્વચ્છ બીચ અને શાંત વાતાવરણને કારણે અહીં તમને વિદેશી બીચ ડેસ્ટિનેશન જેવી ફીલ મળી શકે છે. બીચ હોલિડે પસંદ કરતા લોકો માટે આ ખાસ જગ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. તવાંગ

અરુણાચલ પ્રદેશનું તવાંગ બરફથી ઢંકાયેલા પહાડો, સુંદર ખીણો અને શાંત બૌદ્ધ મઠો માટે જાણીતું છે. અહીંનું ઠંડુ વાતાવરણ અને પહાડી નજારો પ્રવાસીઓને અલગ જ અનુભવ આપે છે. કુદરતી સુંદરતા સાથે તવાંગની શાંતિ પણ લોકોને આકર્ષે છે. યુરોપના શાંત પહાડી વિસ્તારો જેવી ટ્રાવેલ ફીલ મેળવવા માટે તવાંગ સારો વિકલ્પ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ગોવા

ગોવા માત્ર બીચ માટે જ જાણીતું નથી. અહીં પોર્ટુગીઝ શૈલીની ઇમારતો, રંગબેરંગી ઘરો અને સાંકડી ગલીઓ પણ પ્રવાસીઓને આકર્ષે છે. ગોવાના કેટલાક વિસ્તારોમાં ફરતી વખતે યુરોપિયન શહેર જેવી ફીલ મળી શકે છે. ઐતિહાસિક ઇમારતો અને જૂના વિસ્તારો ગોવાની અલગ ઓળખ બનાવે છે. બીચ સાથે યુરોપિયન આર્કિટેક્ચરનો અનુભવ કરવા માટે ગોવા બેસ્ટ વિકલ્પ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ખજ્જિયાર

હિમાચલ પ્રદેશનું ખજ્જિયાર પોતાની કુદરતી સુંદરતા માટે ખૂબ લોકપ્રિય છે. અહીં લીલા ઘાસના મેદાનો, દેવદારના ગાઢ જંગલો અને વચ્ચે આવેલું સુંદર તળાવ આ જગ્યાને ખાસ બનાવે છે. શિયાળામાં બરફ પડ્યા બાદ ખજ્જિયારનું દૃશ્ય વધુ સુંદર બની જાય છે. તેની સુંદરતાને કારણે તેને ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે ઓછા બજેટમાં વિદેશ જેવી ટ્રાવેલ ફીલ લેવા માંગતા હોવ તો ભારતની આ સાત જગ્યાઓ તમારી ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકો છો. પુડુચેરીમાં ફ્રાન્સ જેવી ફીલથી લઈને ઔલી અને ખજ્જિયારમાં સ્વિટ્ઝર્લેન્ડ જેવા પહાડો અને અંડમાનમાં વિદેશી બીચ જેવો અનુભવ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budget Travel India Best Travel Destinations India Europe Like Places India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ