ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / best places to visit in october in india

ટ્રાવેલ / ઓક્ટોબર મહિનામાં સોલો ટ્રીપ પ્લાન કરી રહ્યા છો? તો આ જગ્યા છે તમારા માટે બેસ્ટ

Published By: Krupa

Last Updated: 05:45 PM, 7 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરવા માટે ઓક્ટોબરનો મહિનો સૌથી વધારો સારો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં વધારે ઠંડી કે ગરમી હોતી નથી અને વરસાગ પણ ઓછો થઇ જાય છે. ટ્રાવેલિંગ કરવું હોય તો આ મહિનો બેસ્ટ છે. તો આજે અમે તમને જણાવીએ કે જો તમે સોલો ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે કઇ જગ્યાઓ બેસ્ટ છે.

ADVERTISEMENT

  • ફરવા માટે બેસ્ટ ઓક્ટોબર મહિનો છે
  • આ મહિનામાં ફરવાની એક અલગ જ મજા હોય છે
  • સોલો ટ્રિપ મારવી હોય તો ઓક્ટોબર મહિનામાં આ જગ્યા પર જાવ 

ઓક્ટોબરનો મહિનો આમ બધાનો ફેવરિટ હોય છે. આ મહિનામાં ગુલાબી ઠંડીની શરુઆત તેને વધુ ખાસ બનાવી દે છે. આવા મોસમમાં ફરવાની એક અલગ જ મજા હોય છે. જો તમે સોલો ટ્રીપ લવર હોવ અને કુદરતની નજીક જવા ઇચ્છતા હો, કુદરતને મહેસુસ કરવા ઇચ્છતા હો અને કુદરતી સૌંદર્યને વધુ નજીકથી માણવા ઇચ્છતા હો તો એવી કેટલીક જગ્યાઓ છે જે આ સીઝનને વધુ ખાસ બનાવશે. ઓક્ટોબર મહિનાની સોલો ટ્રિપ તમને આજીવન યાદ રહેશે તે અમારી ગેરંટી છે.

વાદળોથી શણગારાયેલુ સિક્કિમ
સિક્કીમ આમ તો કોઇ પણ સીઝન માટે સુંદર જગ્યા છે, પરંતુ ઓક્ટોબરમાં તે વધુ આકર્ષક બની જાય છે. અહીં પહાડોને સ્પર્શતા વાદળોને જોઇને તમને લાગશે કે જાણે વાદળ પહાડની મહેમાનગતિ માણી રહ્યા હોય અથવા તો પહાડોએ વાદળને આભુષણ રુપે ધારણ કર્યા હોય. આ ઉપરાંત અહીં ગવાતુ નેપાળી કાવ્ય પણ તમને પોતાની તરફ ખેંચે છે.

વરસાદમાં વધુ નિખરતુ શિલોંગ
મેઘાલય સ્થિત શિલોંગ શાનદાર હિલસ્ટેશનોમાંનુ એક છે. વરસાદ બાદ તે વધુ સુંદર બની જાય છે. ઓક્ટોબર મહિનામાં અહીં કરાયેલી સોલો ટ્રિપ તમારા માટે ખુબ યાદગાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે શિલોંગ પીકથી તમે આખા શહેરનો ભવ્ય નજારો જોઇ શકશો. આ ઉપરાંત લેડી હૈદરી પાર્ક, કેલોન્ગ રોગ અને વાર્ડ્સ ઝરણાની સુંદરતાને નજીકથી જોઇ શકાય છે. આ કૃત્રિમ ઝરણુ છે. તેની ચારે બાજુ ગાઢ જંગલો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

સૌથી મોટુ પર્વતીય સ્થળ કુન્નુર
ઉંટી બાદ બીજુ સૌથી મોટુ પર્વતીય સ્થળ તમિલનાડુનું કુન્નુર ખાસ કરીને ટ્રેકિંગ માટે જાણીતુ છે. જો તમને પણ સોલો ટ્રીપ અને ટ્રેકિંગનો શોખ છે તો કુન્નુર જરુર જાવ. અહીં ઘણા બધા પાર્ક છે તો સાથે ઘણા ઝરણાં પણ છે. જે આ જગ્યાને વધુને વધુ સુંદર બનાવે છે. આ ઉપરાંત જો તમને વૃક્ષ અને છોડ ગમતા હોય તો સિમ્સ પાર્ક બેસ્ટ જગ્યા છે. અહીં છોડની 1000થી પણ વધુ પ્રજાતિ જોવા મળશે. તેની ખાસ વાત એ છે કે આ વનસ્પતિ ઉદ્યાનને થોડે અંશે જાપાની શૈલીમાં બનાવાયું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Travel lifestyle shillong sikkim શિલૉગ સિક્કિમ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ