ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / best home security apps you can download
ADVERTISEMENT
તમારી પાસે વધારાનો એન્ડ્રોઇડ ફોન તમે એક એપ ડાઉનલોડ કરીને સિકયુરિટી કેમેરામાં ફેરવી શકો છો. સીસીટીવી કેમેરા કરતા મોબાઇલ ફોનને ગમે તે જગ્યાએ મુકવો સરળ પડે છે. તેનો ઉપયોગ જયારે અને જેટલો સમય કરવો હોય તેટલા સમય માટે કરી શકાય છે. આ માટે ગુગલ પ્લે સ્ટોર પર ઘણી ફ્રી એપ છે. તેમાંની સૌથી પોપ્યુલર એપ છે Alfred camera.
ADVERTISEMENT

આ એપ ગુગલ પ્લે દ્વારા પ્રોટેકટ છે. અન્ય કેટલીક એપ્સ પણ છે જે સારી રીતે કામ કરે છે. સિકયુરિટી કેમેરા તરીકે કામ કરતા મોબાઇલ દ્વારા કેપ્ચર થતું લાઇવ ફીડ તમે અન્ય મોબાઇલ કે પીસી પર જોઇ શકો છો. આ માટે તમારા ઘરે 4જી વાઇફાઇ કનેકશન હોવું જરુરી છે.
ADVERTISEMENT
મોબાઇલની બેટરી પાવરફુલ ન હોય તો તેને ચાર્જીંગમાં રાખી શકાય છે. એક અલગ ગુગલ એકાઉન્ટ પણ તેના માટે જુરરી છે. કેમકે પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને આ માટે તમારા મેઇન ગુગલ એકાઉન્ટનો ઉપયોગ બને ત્યાં સુધી આ પ્રકારની એપ માટે ન કરવો જોઇએ. એપથી મોબાઇલને સિકયુરિટી કેમેરામાં ફેરવવાનું એકદમ સરળ છે.

ADVERTISEMENT
એપની ઇન્સ્ટ્રકશન ફોલો કરો અને સિકયુરિટી કેમેરા ચાલુ થઇ જશે. ન્યુ મોબાઇલ પર તેનું લાઇવ ફીડ જોવા માટે Alfred camera એપ અન્ય મોબાઇલ પર ડાઉનલોડ કરવાની રહેશે. પીસી પર જોવા માટે 'Alfred computer'વેબસાઇટ ઓપન કરો.
તેના પર પણ એપમાં જે ગુગલ એકાઉન્ટથી સાઇન ઇન કર્યુ હોય તેનાથી સાઇન ઇન કરો. જોકે એપના ફ્રી વર્ઝનમાં ઇમેજ કવાલિટી બહુ સારી નથી. તેમ છતાં ફન માટે અથવા તો કોઇ ચોક્કસ સમયે તમારે ઘરમાં વોચ રાખવી હોય તો એપ કામની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો