બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / best bikes under Rs 60000 gives excellent mileage maintenance expenses are also less

ઓટો / દિવાળીમાં ખરીદો જોરદાર માઈલેજ અને ઓછાં મેન્ટેનન્સ ખર્ચવાળી આ 4 બાઈક્સ, 60,000ની અંદર આવી જશે

Noor

Last Updated: 07:09 PM, 26 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે. એવામાં કોરોના મહામારીના કહેરને કારણે હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ પોતાના વ્હીકલમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. ગત મહિને ભારતમાં પેસેન્જર વ્હીકલના વેચાણમાં ઘણોવધારો થયો છે. એવામાં જો તમે પણ બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છોતો 60 હજારથી ઓછી કિંમતની કેટલીક શાનદાર બાઈક્સ વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છે. જે સારી માઇલેજ આપે છે અને મેન્ટેનન્સ પરપણ ઓછો ખર્ચ કરવો પડશે.

  • 60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ
  • શાનદાર માઇલેજ, મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો

Bajaj CT 100

આ બાઈક બે વેરિઅન્ટમાં મળે છે. કિંમતની વાત કરીએ તો CT100 KS ALLOY વર્ઝનની કિંમત 43,994 રૂપિયા છે. જ્યારે CT100 ES ALLOYની કિંમત 51,674 રૂપિયા છે. એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં આ સારી બાઈક તરીકે ઓળખાય છે. બાઇકનું એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. બાઇકની ડિઝાઇન સિમ્પલ છે. તેની સીટ સોફ્ટ અને લાંબી છે. તેથી લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગ કરી શકાય છે.

Hero HF Deluxe

હીરો મોટોકોર્પની HF Deluxe પાંચ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 49 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેમાં BS6 97.2 ccનું એન્જિન લાગેલું છે. 8000 rpm  પર 7.94 bhpનો પાવર ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.

TVS Radeon

આ બાઇકને ખાસ કરીને નાના શહેરો અને ગામડાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે.બાઇકની કિંમત 58 હજાર રૂપિયાથી લઈ 65 હજાર રૂપિયા વચ્ચે છે. તેની સીટ સોફ્ટ અને આરામદાયક છે. આ કારણે બાઇક પર લાંબા અંતરની મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી. એન્જિનની વાત કરીએ તો બાઇકમાં 109.7 સીસીનું ડ્યૂરા-લાઇફ એન્જિન આપવામાં આવ્યું છે. જે 9.5 બીએચપીનો પાવર અને 8.7 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

Hero Splendor Plus

હીરોની સ્પલેન્ડર સીરિઝ વર્ષોથી લોકોની ફેવરિટ રહી છે. જો તમારું બજેટ 60 હજાર આસપાસ છે તો તેમાં થોડો વધારો કરીને આ બાઇક ખરીદી શકો છો. માર્કેટમાં આ બાઇક ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ બાઇકના કિક સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 60,500 રૂપિયા, સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 62,800 રૂપિયા અને સ્પ્લેન્ડર પ્લસ સેલ્ફ સ્ટાર્ટ i3S વેરિઅન્ટનો ભાવ 64,010 રૂપિયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

best bikes excellent mileage maintenance expenses less Auto
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ