બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:41 PM, 11 August 2024
લોકો હળવા થવા કોફી હાઉસમાં જઈને ચૂસકી માણતાં હોય છે પરંતુ હવે કોફી હાઉસમાં પણ મોટો કાંડ સામે આવ્યો છે એતો સારુ થયું કે મહિલાનું ધ્યાન પડ્યું નહીંતર અનેક મહિલાઓનો અશ્લિલ વીડિયો વાયરલ થઈ જાત અને કોફી હાઉસ અશ્લીલ હાઉસ બની રહેત!
ADVERTISEMENT
Unbelievable!!
— Madhuri Daksha (News Presenter) (@MadhuriDaksha) August 11, 2024
Can’t believe a hidden camera was found in the washroom at a Third Wave Coffee outlet in Bengaluru.
It’s crazy that this could happen at such a popular spot.
This is beyond disturbing - #gangsofcinepur pic.twitter.com/nHNP2mAVZy
મહિલા સાથે શું બન્યું?
ADVERTISEMENT
બેંગલુરુના એક પ્રખ્યાત કોફી આઉટલેટના વોશરૂમમાંથી એક શંકાસ્પદ મોબાઈલ કેમેરા મળી આવ્યો છે. વોશરૂમના ડસ્ટબીનમાં મોબાઈલ કેમેરા લગાવવામાં આવ્યો હતો અને તેમાં લગભગ બે કલાકનું રેકોર્ડિંગ હતું. BEL રોડ પર સ્થિત 'થર્ડ વેવ કોફી' આઉટલેટના વોશરૂમમાંથી કેમેરા મળી આવ્યો છે. આરોપ છે કે અહીં કામ કરતા એક કર્મચારીએ આ કૃત્ય કર્યું હતું. એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે હું બેંગલુરુમાં થર્ડ વેવ કોફી આઉટલેટ પર ગઈ હતી અહીં મને ડસ્ટબીનમાં શંકાસ્પદ જણાતાં જોતાં એક મોબાઈલ મળ્યો હતો. તેમાં બે કલાકનું વિડિયો રેકોર્ડિંગ હતું. એનો ચહેરો ચાદર તરફ હતો. તેને ફ્લાઈટ મોડ પર રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અવાજ ન થાય. મોબાઈલ એટલી કાળજીપૂર્વક લગાવાયો હતો કે તેનો માત્ર કેમેરો જ દેખાઈ શકે તેને માટે ડસ્ટબીનમાં કાણું પાડવામાં આવ્યું હતું. કોફી હાઉસમાં કામ કરનારે કર્મચારીનું આ કૃત્ય હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
🚨 Unbelievable! 🚨
— Siddharth (@SidKeVichaar) August 10, 2024
Can’t believe a hidden camera was found in the washroom at a Third Wave Coffee outlet in Bengaluru.
It’s crazy that this could happen at such a popular spot.
This is beyond disturbing. 😳 pic.twitter.com/RGjeFIVTn6
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : વોટ્સએપ પર મેસેજ કરીને છોકરીઓ બોલાવાઈ, રેવ પાર્ટીમાં શરાબ-શબાબનો નશો
માથાનો દુખાવો બન્યો ગુપ્ત કેમેરા
ADVERTISEMENT
આજકાલ ગુપ્ત કેમેરા મોટી ત્રાસદી સમાન બની રહ્યા છે. હોટલમાં કે ગમે ત્યાં આવા ગુપ્ત કેમેરાથી રેકોર્ડિંગ હવે ગંભીર મુદ્દો બનતો જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.