બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Benefits of eating white brinjal, controling bad cholesterol

હેલ્થ / કોલેસ્ટ્રોલ, કબજિયાત... જેવી અનેક સમસ્યાઓથી છૂટકારો અપાવે છે આ સફેદ શાકભાજી, જાણો અન્ય ફાયદા

Pooja Khunti

Last Updated: 11:18 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

White Brinjal Benefits: શું તમે ક્યારેય સફેદ રીંગણ ખાધા છે? સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી. સફેદ રીંગણની અંદર પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ અને વિટામિન B જેવાં પોષક તત્વ હોય છે.

  • સ્વાદમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી
  • સારા કોલેસ્ટ્રોલનાં ગુણને વધારવામાં મદદ કરે 
  • માનસિક સ્વાસ્થ્યને સુધારે 

શાકભાજી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે મહત્વપૂર્ણ છે.  બધાં જ શાકભાજીની અંદર પોષક તત્વ હોય છે પણ તેમાંથી એક છે રીંગણ.  તમે ઘરે રીંગણનું શાક ખાધું જ હશે. તમે જાંબલી રીંગણ તો ખાધા જ હશે, પણ શું ક્યારેય સફેદ રીંગણ ખાધા છે. સ્વાદમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. સફેદ રીંગણની અંદર પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ અને વિટામિન B જેવાં પોષક તત્વ હોય છે.  સફેદ રીંગણનાં સેવનથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે. તેનાં પાનની અંદર ફાયબર અને મેગ્નેશિયમ હોય છે. જે સુગર લેવલ ઓછું કરવાનું કામ કરે છે. 

ડાયાબિટીસ 
શરીરમાં વધી રહેલાં બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવાં માટે સફેદ રીંગણનું સેવન કરો.  તેનાં સેવનથી ડાયાબિટીસમાં થતી સમસ્યાઓ ઘટી શકે છે. તેનાં પાનની અંદર ફાયબર અને મેગ્નેશિયમ હોય છે. જે સુગર લેવલ ઓછું કરવાનું કામ કરે છે. 

કોલેસ્ટ્રોલ 
સફેદ રીંગણનાં સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી શકે છે.  તેની અંદર રહેલાં પોષક તત્વ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને સારા કોલેસ્ટ્રોલનાં ગુણને વધારવામાં મદદ કરે છે. તેનાથી તમારું હ્રદય પણ લાંબા સમય સુધી સારું રહે છે. 

સફેદ રીંગણની અંદર ફાયબરની માત્રા હોય છે. જે વજન ઘટાડી શકે છે.  તેનાં સેવનથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને તમે વધુ ખાવાથી બચો છો. જેનાં કારણે તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે. 

ફાયબર 
સફેદ રીંગણની અંદર રહેલ ફાયબર પાચન તંત્રને મજબૂત બનાવે છે.  તે તમારાં આંતરડાનાં સ્વાસ્થ્ય માટે સારું હોય છે. નિયમિત રીતે સફેદ રીંગણનું સેવન કરવાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ ઓછી થઈ શકે. 

માનસિક સ્વાસ્થ્ય 
સફેદ રીંગણા ફાયટોન્યુટ્રિઅન્ટ્સ નામના કુદરતી રસાયણોથી સમૃદ્ધ છે. જે માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે જાણીતા છે. આ તમારાં શરીર અને મગજમાં રક્ત પ્રવાહને સુધારવામાં મદદરૂપ થાય છે. મગજમાં સારા રક્ત પ્રવાહનાં કારણે યાદશક્તિ મજબૂત બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ