બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / benefits of eating makhana with milk

હેલ્થ ટિપ્સ / દૂધમાં 'મખાના' ઉકાળીને ખાવાના છે અનેક ફાયદા, ડાયાબિટીસ, થાક જેવી સમસ્યાઓથી આપશે રાહત

Bijal Vyas

Last Updated: 12:10 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મખાના ખૂબ જ આરોગ્યપ્રદ ડ્રાય ફ્રુટ છે જેમાં ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસની માત્રામાં ભરપુર હોય છે, જાણો મખાના દૂધમાં ઉકાળીને ખાવાના ફાયદા વિશે...

  • મખાના સેવનથી ટાઇપ 2 ડાયાબિટીસમાં ઉત્તમ લાભ આપે છે
  • આ સેવનથી તમારી ત્વચા અને વાળ બંને સ્વસ્થ અને ચમકદાર બને છે
  • જો સાંધા કે હાડકાંમાં દુખાવો રહેતો હોય તો, દૂધમાં પલાળેલા મખાનાનું સેવન કરી શકાય છે

Makhana with milk: મખાના ખૂબ જ આરોગ્યપ્રદ ડ્રાય ફ્રુટ છે જેમાં ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસની માત્રામાં ભરપુર હોય છે. મખાના સામાન્ય રીતે લોકો તેને સૂકવીને અથવા મીઠી વાનગીઓમાં નાખીને બનાવે છે. બીજી તરફ, લોકો ઉપવાસ દરમિયાન ફળોમાં મખાના ખાવાનું પસંદ કરે છે કારણ કે તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમે એનર્જીથી ભરેલા રહે છે. પરંતુ શું તમે ક્યારેય મખાનાને દૂધમાં ઉકાળીને તેનું સેવન કર્યું છે? જો નહીં, તો આવો જાણીએ દૂધમાં મખાના ઉકાળીને ખાવાના ફાયદાઓ વિશે......

દૂધમાં ઉકાળી મખાના ખાવાના ફાયદા
1. ટાઇપ 2 ડાયાબીટિસમાં ઉપયોગી

મખાનામાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તેથી તેનું સેવન ટાઇપ 2 ડાયાબિટીસમાં ઉત્તમ લાભ આપે છે. તેથી, તમારા આહારમાં મખાનાનો સમાવેશ કરીને, તમે આ ગંભીર સમસ્યાનો શિકાર થવાથી બચો છો.

નિયમિત કરો મખાનાના દૂધનું સેવન, પાચન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થવાની સાથે  મળશે ભરપૂર કેલ્શિયમ | consume makhana milk for amazing benefits health tips

2. વજન ઘટાડવામાં મદદગાર
મખાનામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમે વારંવાર ખાવાનું ટાળો છો. તેથી, જો તમે આહારમાં મખાનાનો સમાવેશ કરો , તો તે તમને વધતા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ સાથે તમારું પાચન પણ સ્વસ્થ રહે છે.

3. સ્કિનને ગ્લોઇંગ બનાવશે
જો તમે મખાનાને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો છો તો તે તમારા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે જ સમયે, તેના ઉપયોગથી, તમારી ત્વચા અને વાળ બંને સ્વસ્થ અને ચમકદાર બને છે. એટલું જ નહીં તે તમારા વાળને મજબૂતી પણ આપે છે.

નિયમિત કરો મખાનાના દૂધનું સેવન, પાચન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થવાની સાથે  મળશે ભરપૂર કેલ્શિયમ | consume makhana milk for amazing benefits health tips

4. થાક થાય છે દૂર
જ્યારે શરીરમાં ફ્રી રેડિકલ્સ વધવા લાગે છે ત્યારે તેના કારણે વ્યક્તિને શારીરિક અને માનસિક તણાવ રહેવા લાગે છે. પરંતુ જો તમે દૂધમાં પલાળેલા મખાના ખાશો તો તેનાથી તમારો થાક અને નબળાઈ દૂર થઈ શકે છે. મખાનામાં એન્ટીઑક્સિડેન્ટ્સ ગુણ હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને તણાવને ઓછો કરે છે.

5. હાડકાં મજબૂત બને છે
મખાના અને દૂધ બંને કેલ્શિયમના બહુ સારા સ્ત્રોત ગણાય છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. એટલે જ જો સાંધા કે હાડકાંમાં દુખાવો રહેતો હોય તો, દૂધમાં પલાળેલા મખાનાનું સેવન કરી શકાય છે. જે લોકો મખાનાનું સેવન કરે છે, તેમનાં હાડકાં મજબૂત બને છે. ઉંમર વધતાં પણ સાંધાના દુખાવાથી પરેશાન નહીં રહેવું પડે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ