Before the election, Gujarat Congress spokesperson Bharat Desai resigned
રાજકારણ /
ચૂંટણી ટા'ણે જ ડખા! પ્રભારીની મુલાકાત સમયે જ કોંગ્રેસના પ્રવક્તાનું રાજીનામું, સંસ્કૃતમાં જુઓ શું લખ્યું
Team VTV01:33 PM, 28 Jan 22
| Updated: 01:37 PM, 28 Jan 22
ચૂંટણી પહેલાજ ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર વિખવાદ વધી રહ્યો છે. આજે કોંગ્રેસ પ્રવક્તા ભરત દેસાઈએ રાજીનામું આપી દીધું છે. જેમા પ્રભારીની મુલાકાત સમયેજ તેમણે રાજીનામું આપ્યું છે. .
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ભરત દેસાઈનું રાજીનામું
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામું આપ્યું
ગઈકાલે જયરાજસિંહે પણ ટ્વીટ કરી બળાપો કાઢ્યો હતો
ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર ચાલી રહેલો વિખવાદ હવે વણસી રહ્યો છે. ગઈકાલેજ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે સોશિયલ મીડિયા દ્વારા નારાજગી વ્યક્ત કરીને બળાપો કાઢ્યો હતો ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના વધું એક પ્રવક્તા નારાજ જોવા મળ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ભરત દેસાઈએ પક્ષ પ્રત્યે નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. જેમા પ્રભારીની મુલાકાત વખતેજ તેમણે રાજીનામું આપ્યું જેથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અલવીદા કહ્યું
ભરત દેસાઈએ આપેલા રાજીનામા બાદથી ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલો ડખો વધુ વણસ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રવક્તા ભરત દેસાઈએ પોસ્ટ કરીને પક્ષને અલવીદા કહી દીધું છે. જેમા તેમણે સંસ્કૃત શ્લોક લખીને અલવીદા કહ્યું છે. તેમના રાજીનામાને લઈને ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સાથેજ મોટા કોંગ્રેસ નેતાઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
ગુજરાત કોંગ્રેસના ડેલીગેટ રહી ચુક્યા છે ભરત દેસાઈ
આપને જણાવી દઈએ કે ભરત દેસાઈ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તો હતા પરંતુ તે સિવાય તેઓ મીડિયા ઈન્ચાર્જ અને માલધારી સેલના પ્રમુખ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસના ડેલીગેટ પણ રહી ચૂક્યા છે. જોકે તેમણે કયા મુદ્દે નારાજ થઈને રાજીનામું આપ્યું છે તે કારણ હજુ સામે નથી આવ્યું.
ગઈકાલે જયરાજસિંહે પણ સૂંચક નિવેદન આપ્યા હતા
ગઈકાલે પણ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સૂચક નિવેદન આપ્યું હતું જેથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે ટ્વીટર પર જે ટ્વીટ કર્યું હતું તે તેમણે ચૂંટાયેલા ધારાસભ્યો મુદ્દે કર્યું હતું. બાદમાં આજે કોંગ્રેસ પ્રવક્તા ભરત દેસાઈએ પણ રાજીનામું આપી દીધું જેથી હવે મામલો વધુ વણસી રહ્યો છે.
મનહર પટેલે આપ્યું હતું સમર્થન
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે જયરાજસિંહ પરમારે ટ્વીટ કર્યું હતું ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે તેમને સમર્થન આપ્યું હતું સાથેજ તેમણે ટ્વીટ કરીને એવું કહ્યું કે સાચા કોંગ્રેસી ઘરે ન બેસી જાય. તો તેમણે સવાલ પણ કર્યો હતો કે, બોટાદ જિલ્લા પંચાયતમાં કોના કહેવાથી બધા ફોર્મ રદ થયા?