બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / becomes first sikh mayor california parents belongs to india mikey hothi

જીત / ભારતીય મૂળના મિકી હોથીએ રચ્યો ઈતિહાસ, 41 વર્ષની ઉંમરે બન્યા કેલિફોર્નિયાના પ્રથમ શીખ મેયર

Kishor

Last Updated: 04:35 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મૂળના મિકી હોથીએ અમેરિકામાં ઈતિહાસ રચ્યો છે. તેઓ 41 વર્ષની ઉંમરે કેલિફોર્નિયાના પ્રથમ શીખ મેયર બન્યા છે.

  • ભારતીય મૂળના મિકી હોથી ઉત્તરી કેલિફોર્નિયામાં લોદી શહેરના મેયર બન્યા
  • હોથીના માતા-પિતા ભારતના પંજાબના
  • શહેર 117માં મેયર તરીકે શપથ લેશે

ભારતીય મૂળના મિકી હોથી ઉત્તરી કેલિફોર્નિયામાં લોદી શહેરના મેયર બન્યા છે. આ શહેરના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવનાર પ્રથમ શીખ બન્યા છે. હોથીના માતા-પિતા ભારતના પંજાબના છે.હોથીને નવા ચૂંટાયેલા કાઉન્સિલર લિસા ક્રેગ દ્વારા નામાંકિત કરાયા હતા. જેમણે નવેમ્બરમાં મેયર માર્ક ચાંડલરની બેઠક માટે ચૂંટણી જીતી હતી અને સર્વસંમતિથી ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા.

શહેરના 117મા મેયર તરીકે શપથ લેશે

વધુમાં મિકી હોથી કાઉન્સિલના પાંચમા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ગત વર્ષે મેયર ચાંડલરના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી મેયર તરીકે પણ સેવા આપી છે. ત્યારે આ દરમિયાન તાજેતરમાં ચાંડલરએ જાહેરાત કરી ચૂંટણી ન લડવા અંગે જણાવ્યું હતું. ત્યારબાદ હોથીએ ચુંટણીમાં જંપલાવ્યું હતું. હવે તેઓ જીત બાદ શહેરના 117મા મેયર તરીકે શપથ લેશે. આ અંગે તેઓએ  ટ્વિટ કર્યુ હતું. આ મામલે સ્થાનિક અખબાર 'ધ લોદી ન્યૂઝ-સેન્ટિનલ'માં જણાવાયા મુજબ આ  હોથી પરિવારે આર્મસ્ટ્રોંગ રોડ પર ગુરુદ્વારાની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અખબારમાં જણાવ્યા અનુસાર અમારો અનુભવ પણ ગ્રીક સમુદાય, જર્મન, હિસ્પેનિક સમુદાય જેવો જ છે. જે સમુદાય અમારી પહેલા આવ્યા હતા. દરેક લોકો લોદીમાં આવ્યા કારણ કે તેઓને સમજાયું કે તે એક કુટુંબ તરીકે આ શહેરમાં સુરક્ષિત છે. તેમણે કહ્યું મને પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ છે.

હોથીના માતાપિતા પંજાબના 

આ સિદ્ધિ મેળવનાર હોથીના માતાપિતા પંજાબના  છે. હોથીએ 2008માં ટોક હાઈસ્કૂલમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે શહેરમાં સ્થાયી થવુંએ મોટો પડકાર હતો જેમાં પણ 9/11ના આતંકવાદી હુમલા પછી, જ્યારે ઘણા મુસ્લિમો અને શીખોને સતાવણી સહન કરવાની નોબત આવી હતી. પરંતુ લોદીમાં તેમનો પરિવાર માત્ર સ્થાયી જ નથી થયો પરંતુ પરિવારનો વિકાસ થયો હોવાનું પણ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ