બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / become successful share market investor by following warren buffett investing tips

બિઝનેસ ટિપ્સ / હવે શેરબજાર ધડામ દઇને નીચે પછડાય, તો પણ ચિંતા નહીં! બસ વોરેન બફેટની આ 5 વાતો મગજમાં ઉતારી લો

Manisha Jogi

Last Updated: 01:51 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોરેન બફેટે ઈક્વિટી માર્કેટમાં બહોળા અનુભવના આધાર પર રોકાણકારોમે મંદીથી બચવા માટે અનેક મંત્ર આપ્યા છે. જો તમે પણ આ 5 રોકાણની સલાહ માની લેશો તો ક્યારેય પણ નુકસાન નહીં થાય.

  • વોરેન બફેટે આપી રોકાણ કરવા માટેની સલાહ
  • વોરેન બફેટ એક દિગ્ગજ રોકાણકાર
  • રોકાણ માટેની આ ટિપ્સ ફોલો કરવાથી નુકસાન નહીં થાય

વોરેન બફેટ એક દિગ્ગજ રોકાણકાર છે. શેરબજારમાં પૈસાની કમાણી કરવા અને નુકસાનથી બચવા માટે રોકાણકારોને સલાહ આપતા રહે છે. વોરેન બફેટે ઈક્વિટી માર્કેટમાં બહોળા અનુભવના આધાર પર રોકાણકારોમે મંદીથી બચવા માટે અનેક મંત્ર આપ્યા છે. જો તમે પણ આ 5 રોકાણની સલાહ માની લેશો તો ક્યારેય પણ નુકસાન નહીં થાય. 

લાંબા ગાળા માટે રોકાણ કરો- વોરેન બફેટ જણાવે છે કે, રોકાણકારોએ લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. ટૂંકા ગાળા માટે રોકાણ ના કરવું જોઈએ. શેરબજાર સમય સાથે આગળ વધે છે, લાંબા ગાળાના રોકાણકારને વધુ ફાયદો થાય છે. 

અસ્થિરતાથી ડરવું નહીં- વોરેન બફેટ અનુસાર જે રોકાણકાર શેરબજારની અસ્થિરતા પર વધુ પ્રતિક્રિયા આપે છે, તેમને નુકસાન થાય છે. શેરબજારમાં ઉથલ પાથલ થતા રોકાણકાર ઉતાવળમાં નિર્ણય લે છે, આ પ્રકારે ના કરવું જોઈએ. માર્કેટ વોલેટિલિટીથી ડરવું નહીં, શાંત રહીને લાંબા ગાળાના ટાર્ગેટ પર ધ્યાન આપો. 

શેરનો રેટ નહીં કંપનીના ફંડામેંટલ અનુસાર રોકાણ કરો- મજબૂત ફંડામેન્ટલવાળી કંપનીઓમાં રોકાણ કરવાથી ક્યારેય પણ પૈસા ડૂબતા નથી. આ કારણોસર મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું. જે કંપનીઓની બેલેન્સ શીટ સારી હોય, સ્થિર આવક તે કંપની મજબૂત ફંડામેન્ટલ ધરાવે છે, તેવું કહી શકાય. 

ડાયવર્સિફાઈ પોર્ટફોલિયો- વોરેન બફેટ અનુસાર તમામ મૂડીનું એક જ જગ્યાએ રોકાણ ના કરવું જોઈએ. અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી જોખમ ઓછું રહે છે. એક જ એસેટ ક્લાસમાં રિટર્નની ગેરંટી મળતી નથી અને જોખમ પણ વધી જાય છે. 

પ્રોડક્ટિવ એસેટ્સમાં રોકાણ- વોરેન બફેટ જણાવે છે કે, રિઅલ એસ્ટેટ અને કૃષિ ભૂમિમાં રોકાણ કરવું જોઈએ. જે કેશફ્લો જનરેટ કરે છે. પ્રોડક્ટિવ એસેટ્સમાં રોકાણ કરવાથી આવકનો સ્થિર અને વિશ્વાસપાત્ર સ્ત્રોત ઉત્પન્ન થાય છે, જે બજારના પર્ફોર્મન્સ પર આધાર રાખતું નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ