બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / રિલેશનશિપ / અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, આ રીતે નક્કી થાય છે રેટ, ગમે તો લગ્નની પણ તક
Last Updated: 04:34 PM, 30 November 2024
દક્ષિણપૂર્વ એશિયાનો ટાપુ દેશ થાઈલેન્ડ વિશ્વનું માટે એક મહત્વનું પર્યટન સ્થળ છે. અહીંના સુંદર બીચને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. આ દેશ સમુદ્રથી ઘેરાયેલો હોવાથી અહીંયા આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવતા રહે છે. પરંતુ આ દેશ કેટલાક અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. તાજેતરમાં એક પુસ્તકના પ્રકાશન બાદ થાઈલેન્ડમાં રેન્ટલ વાઇફની પ્રથાને લઈને નવી ચર્ચા છેડાઈ છે. આ પ્રથાના વલણનું મૂળ થાઈલેન્ડના પટાયાની પરંપરામા છે. અહીં લોકો ભાડા પર પત્ની લઈ શકે છે, તેને રેન્ટલ વાઇફ કે બ્લેક પર્લ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારના અસ્થાયી લગ્ન હોય છે, જેમાં પૈસા આપીને યુવતીને થોડા સમય માટે પત્ની બનાવવામાં આવે છે. તે નિર્ધારિત સમયમાં પત્નીની તમામ ફરજો નિભાવે છે. હવે આ પ્રથાએ વ્યવસાયનું રૂપ લઈ લીધું છે.
ADVERTISEMENT
તાજેતરમાં આવેલ એક પુસ્તક જેનું નામ થાઈ ટેબૂ – ધ રાઈઝ ઓફ વાઈફ રેન્ટલ ઈન મોડર્ન સોસાયટીઃ એક્સપ્લોરિંગ લવ, કોમર્સ એન્ડ કોન્ટ્રોવર્સી ઈન થાઈલેન્ડ એક વાઈફ રેન્ટલ ફેનોમેનોન છે. આ પુસ્તક રેન્ટલ વાઈફના ટ્રેન્ડ વિશે સમગ્ર વિશ્વને માહિતી આપવાનું કામ કરે છે. જેમાં જણાવાયું છે કે, કેવી રીતે થાઈલેન્ડમાં પત્નીને ભાડાથી લેવાની વિવાદાસ્પદ પ્રથા ઝડપથી વધી રહી છે અને તે આવકનો મુખ્ય સ્ત્રોત પણ બની રહી છે.
ADVERTISEMENT
થાઈલેન્ડમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે. દેશના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોની છોકરીઓ પૈસા માટે પ્રવાસીઓની રેન્ટલ વાઈફ બની જાય છે. આ ટ્રેન્ડ થાઈલેન્ડના પટાયાના રેડ લાઈટ એરિયા, બાર અને નાઈટ ક્લબમાંથી ચાલે છે. તે થાઈલેન્ડમાં વ્યવસાય તરીકે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
થાઈલેન્ડમાં રેન્ટલ વાઇફની વિવાદાસ્પદ પ્રથા છે. ગરીબ પૃષ્ઠભૂમિની મહિલાઓ પૈસા કમાવવા માટે વિદેશી પ્રવાસીઓની પત્ની બનીને રહે છે. જેમાં થોડા સમય માટે પત્ની બનીને રહેવાનું હોય છે. મહિલાઓ પૈસા કમાવવા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે આ કામ કરે છે. આ મહિલાઓ મુખ્યત્વે બાર અથવા નાઈટ ક્લબમાં કામ કરે છે અને જ્યારે તેમને વધુ સારા ગ્રાહકો મળે છે ત્યારે તેઓ રેન્ટલ વાઈફ બની જાય છે. જેમાં રકમ મહિલાની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને સમયના આધારે નક્કી કરવામાં આવે છે. તે રકમ $1600 થી $116000 સુધીની હોઈ શકે છે. થાઈલેન્ડમાં આ પ્રથા અંગે કોઈ કાયદો નથી બનાવવામાં આવ્યો.
આ પ્રથા ભલે થાઈલેન્ડમાં વધી રહી હોય પરંતુ આ પ્રકારની પ્રથા જાપાન અને કોરિયામાં પહેલાથી જ છે. થાઈલેન્ડમાં તેનો ફેલાવો થવા પાછળના ઘણા કારણો છે. શહેરીકરણ અને વ્યસ્ત જીવનને કારણે લોકોનું એકલાપણું વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકો કાયમી સંબંધોને બદલે અસ્થાયી સંબંધોને પસંદ કરવા લાગ્યા છે. થાઇલેન્ડમાં સંબંધો અને સ્વતંત્રતા પ્રત્યેના લચીલા અભિગમને કારણે પણ આ પ્રથા ઝડપથી વધી રહી છે. થાઈલેન્ડની સરકાર પણ માને છે કે દેશમાં રેન્ટલ વાઈફ પ્રથા અહીંયા અસ્તિત્વમાં છે અને પ્રવાસીઓના કારણે તેને વ્યવસાયનું સ્વરૂપ લઇ લીધું છે. જેથી થાઇલેન્ડની સરકાર પણ માને છે કે આ પ્રથાને અંકુશમાં લેવા માટે કાયદો બનાવવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT