બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Shopping / શોપિંગ / દિવાળી / દિવાળી સેલમાં ઓનલાઈન ખરીદી વખતે રહેજો સતર્ક, નાની ભૂલથી બનશો સાયબર ફ્રોડના શિકાર
Last Updated: 05:35 PM, 22 October 2024
Online Sale Scam: તમે ઈ-કોમર્સ વેબસાઈટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા દિવાળી સેલમાં કંઈપણ ઓર્ડર કરી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તમારી સાથે મોટું કૌભાંડ થઈ શકે છે.
ADVERTISEMENT
આ દિવસોમાં ઈ-કોમર્સ વેબસાઈટ Amazon અને Flipkart પર દિવાળી સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય અન્ય પ્લેટફોર્મ જેમ કે ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ પણ દિવાળીના અવસર પર ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો દ્વારા વધુ સારી ડીલ્સ ઓફર કરી રહ્યા છે. ગયા મહિને શરૂ થયેલ ફેસ્ટિવ સીઝન સેલ દિવાળી સુધી ચાલુ રહેશે. આ સેલ દરમિયાન છેતરપિંડીની ઘણી મોટી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. સ્કેમર્સ ગ્રાહકોની નાની બેદરકારીનો ફાયદો ઉઠાવી તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

ADVERTISEMENT
નકલી ડિલિવરી
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી સામાનનો ઓર્ડર આપતા ઘણા ગ્રાહકોએ નકલી ડિલિવરી અંગે ફરિયાદ કરી છે. ઓર્ડર કરેલા સામાનને બદલે ખાલી બોક્સ કે બીજું કંઈક ગ્રાહકોને પહોંચાડવામાં આવ્યું છે. સ્કેમર્સ ખાસ કરીને સ્માર્ટફોન અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સાથે આ ગેમ રમી રહ્યા છે. સ્કેમર્સ ખાસ કરીને ફ્લિપકાર્ટ પરથી ફોન ઓર્ડર કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. ફ્લિપકાર્ટ તેના ગ્રાહકોને સ્માર્ટફોન ખરીદવા પર ઓપન બોક્સ ડિલિવરી ઓફર કરે છે. ઓપન બોક્સ ડિલિવરી લીધા પછી પણ હેકર્સ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઉદાહરણ તરીકે જો તમે ફ્લિપકાર્ટ પરથી ફોન મંગાવ્યો હોય અને ઓપન ડિલિવરી પસંદ કરી હોય, તો નકલી ડિલિવરી એજન્ટ તમારી પાસે આવશે અને તમને પ્રોડક્ટ ડિલિવર કરીને જતો રહેશે. આ સમય દરમિયાન જો તમે પ્રોડક્ટની ઓપન ડિલિવરીનો વીડિયો નહીં બનાવો તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. જો સ્કેમર્સને ખબર પડે કે તમે ઓપન ડિલિવરી વીડિયો બનાવવા જઈ રહ્યા છો, તો તેઓ કોઈ બહાનું કાઢીને જતા રહેશે અને વાસ્તવિક ડિલિવરી એજન્ટ આવીને તમારી પ્રોડક્ટની ડિલિવરી કરશે. કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી ઘટનાઓ પોસ્ટ કરી છે.
ADVERTISEMENT

કેશ ઓન ડિલિવરી સ્કૈમ
ADVERTISEMENT
તાજેતરમાં કેટલાક યૂજર્સએ ફરિયાદ કરી છે કે અમેઝનથી તેમની પાસે કેશ ઓન ડીલીવરીના નામે પ્રોડક્ટ આવે છે. પૈસા ચુકવણી પછી ખોટી પ્રોડક્ટ રીસીવ થઇ રહી છે.એટલું જ નહીં, ઘણા યુઝર્સે એવી ફરિયાદ પણ કરી છે કે તેમના દ્વારા કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી, તેમ છતાં એમેઝોનના ડિલિવરી એજન્ટો તેમના ઘરે સામાન પહોંચાડવા માટે પહોંચી ગયા છે. સ્કેમર્સ ખાસ કરીને એવા યૂજર્સને ટાર્ગેટ કરે છે કે જેમના ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ રહે છે.
આ પણ વાંચોઃ દિવાળીમાં ઘરની સફાઈની નહીં રહે ઝંઝટ, હોમ ક્લીનિંગ એપ્સથી સરળતાથી પતાવો કામ
ADVERTISEMENT
કેવી રીતે બચવું?
તમારી પાસે પણ આવા નકલી ડિલિવરી એજન્ટો આવે છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ફ્લિપકાર્ટ પરથી ઓનલાઈન સામાન ઓર્ડર કરતી વખતે તમારે ઓપન બોક્સ ડિલિવરી પસંદ કરવું પડશે. તેમજ એમેઝોનથી ખોટો સામાન પહોંચાડવામાં આવે છે, તો તમારે તરત જ ઈ-કોમર્સ વેબસાઇટના કસ્ટમર કેયરનો સંપર્ક કરવો પડશે અને તમારી ફરિયાદ નોંધાવવી પડશે. તમે કોઈ સામાન મંગાવ્યો નથી અને તેમ છતાં ડિલિવરી એજન્ટો સામાનની ડિલિવરી કરવા આવે છે, તો તેમની પાસેથી ઉત્પાદન લેવાનો સ્પષ્ટપણે ઇનકાર કરો અને તેનો રીપોર્ટ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.