મ્યુચ્યુઅલ ફંડમાં કેટલીક સ્કીમ પરના લાભ બંધ કરી દેવામાં આવતા હવે તા. 1 એપ્રિલ 2023 થી અગાઉ કરતા વધુ ચુકવણી કરવી પડશે.
મ્યુચ્યુઅલ ફંડમાં કેટલીક સ્કીમ પરના લાભ બંધ
1 એપ્રિલ 2023 થી નવો સુધારો આમલમાં
અગાઉ કરતા વધુ ચુકવણી કરવી પડશે
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રોકાણકારોને મોટા આંચકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 24 માર્ચના રોજ લોકસભામાં સરકાર દ્વારા ફાઇનાન્સ બીલમાં પસાર કરાયું હતું. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડસ સાથે પણ સુધારો કરાયો છે જેને પગલે આ ફંડમાં કેટલીક સ્કીમ પરના લાભ પર કાતર ફેરવી દેવામાં આવી છે. આ લાભ બંધ થતાં હવે તા. 1 એપ્રિલ 2023 થી અગાઉ કરતા વધુ ચુકવણી કરવી પડશે.
1 જાન્યુઆરી 2023 થી આ નવા સુધારાને અમલમાં
લોકસભામાં પસાર કરવામાં આવેલ બિલમાં જણાવ્યા મુજબ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કે જ્યાં ઈક્વિટી શેર પાંચ ટકા જ વધુનું રોકાણ નથી એટલે હવે તેને ટૂંકા ગાળામાં મૂડી રોકાણ તરીકે ગણાશે. આગામી 1 જાન્યુઆરી 2023 થી આ નવા સુધારાને અમલમાં મૂકવામાં આવશે. ડેટ મ્યુચ્યુઅલ ફંડની ગણતરી બે રીતે કરાઈ છે. જેમાં કોઈએ ડેટ મ્યુચ્યુઅલ ફંડમા રોકાણ કરીને કમાણી કર્યા બાદ ત્રણ વર્ષ આગાઉ રિટર્ન સાથે રૂપિયા ઉપાડી લીધા હોય તો તેને ઇન્કમટેક્સના સ્લેબ મુજબ ટૂંકા ગાળાના લાભનો દર લાગુ થાય છે એટલે કે રિટરણને આવક તરીકે ગણી ઇન્કમટેક્સના સ્લેબના આધારે તેના પર ટેક્સ લાગે છે.જ્યારે બીજી તરફ કોઈ રોકાણકાર ત્રણ વર્ષ પછી તેના રૂપિયા ઉપાડે છે તો તેને ૨૦ ટકા સુધી લોંગ ટર્મ કેપેસિટી ગેનસ આપવો પડે છે.
ફાઇનાન્સ બીલ દ્વારા કરાયા આ સુધારા
ફાઇનાન્સ બીલ દ્વારા કરવામાં આવેલા સુધારા મુજબ હવે ઓપ્શન વેચાણ પર સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ એટલે કે એસટીટી એક કરોડ રૂપિયાના ટનઓવર પર જે આગાઉ 1700 હતો તે વધારીને 2100 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેને પગલે હવે ફ્યુચર્સ અને ઓપશનનો વેપાર મોંઘો થઈ જશે. Stt માં 23.5 ટકા જેટલો વધારો થયો છે. બીજી બાજુ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના વેચાણ પર 1 કરોડના ટર્નઓવર પાર એસટીટી 10,000 થી વધારીને 12500 કરી દેવામાં આવ્યો છે. જે 25 ટકા ગણાય રહ્યો છે. એસટી થી વધારાના આ નિર્ણયને પગલે શેર બજારમાં પણ નકારાત્મક અસર વર્તાઈ હતી આજે સેન્સેક્સ 300 પોઈન્ટ ના ઘટાડા સાથે 57,527 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી 132 ના કટાકા સાથે 16,945 પર અટક્યો હતો.
નવી દરખાસ્તમા કરાયેલી જોગવાઈ
નવી દરખાસ્ત મુજબ કોઈપણ ટેક્સપેયરની વાર્ષિક આવક 7,00,100 રૂપિયા હશે તો તેને 25,010 ટેક્સને બદલે 100 રૃપિયા જ ચૂકવવા પડશે. આમ સરકારે કરમુક્તિનો વ્યાપ વધારી દીધો છે. પરંતું જે કરદાતાની આવક 7,01,000 હશે તો તેને 25,100નો ટેક્સ તો આપવો જ પડશે સાથે સેસ 26,140 ચૂકવવા પડશે.