બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / bcci secretary jay shah confirms entire ipl 2024 will india despite lok sabha elections

ક્રિકેટ / IPLને લઈને જય શાહનું મોટું એલાન, ક્રિકેટ રસિયાઓને પડી જશે મોજ જ મોજ

Ajit Jadeja

Last Updated: 08:31 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે IPL 2024ની આખી સિઝન ભારતમાં જ રમાશે. જય શાહે આ વાત લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત બાદ કહી હતી

IPL 2024 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે IPL 2024ના માત્ર અડધા શેડ્યૂલની જાહેરાત કરી છે.  ભારતીય બોર્ડે ગયા મહિને જ IPLનું શેડ્યૂલ જાહેર કર્યું હતું પરંતુ તે માત્ર 17 દિવસનું શેડ્યૂલ હતું, જેમાં માત્ર 21 મેચોના શેડ્યૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. BCCI લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર નજર રાખી રહ્યું હતું, જેથી તે દેશમાં IPLની 17મી સિઝનનું આયોજન કરી શકે. જો કે આ દરમિયાન કેટલાક અહેવાલો સામે આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે IPL 2024ની અડધી સિઝન UAEમાં યોજવામાં આવી શકે છે.  પરંતુ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ BCCIએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે IPL 2024 સિઝન સંપૂર્ણપણે ભારતમાં રમાશે અને બોર્ડની તેને UAE અથવા અન્ય કોઈ દેશમાં લઈ જવાની કોઈ યોજના નથી. IPLની નવી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. 

ચૂંટણી વચ્ચે દેશમાં બીજીવાર આઇપીએલનું આયોજન

આ બીજી વખત છે જ્યારે BCCI લોકસભાની ચૂંટણી વચ્ચે દેશમાં IPLની આખી સિઝનનું આયોજન કરશે. અગાઉ 2019માં બોર્ડે આવું કર્યું હતું. જ્યારે 2014માં અડધી સિઝન ભારતમાં અને અડધી યુએઈમાં રમાઈ હતી અને 2009માં આ લીગ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. જય શાહે અખબારને જણાવ્યું હતું કે, "સમગ્ર આઈપીએલ ભારતમાં થશે. બીસીસીઆઈ સંપૂર્ણ શેડ્યૂલ પર કામ કરી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં જાહેર કરશે." તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. જે 19 એપ્રિલથી શરૂ થશે અને 4 જૂને મતગણતરી થશે.  BCCIએ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બોર્ડે ભારતમાં IPLનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

વધુ વાંચોઃ નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓ ખુશખુશાલ, પગારમાં કરાયો આટલાં ટકાનો વધારો

21 મેચોના શેડ્યુલ જાહેર

અત્યાર સુધી IPL 2024 ની માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. જ્યારે ચાલુ શેડ્યૂલની છેલ્લી મેચ 7 એપ્રિલે છે. તેના પછી પણ ટૂર્નામેન્ટનું ભારતમાં જ આયોજન થશે. BCCI ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી બાદ બાકીના કાર્યક્રમની જાહેરાત કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ