બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci removes soft signal from ipl 2021

નિર્ણય / BCCIએ લીધો મહત્વનો નિર્ણય, IPL મેચમાં નહીં લાગુ પડે હવે આ નિયમ

Published By: Bhushita

Last Updated: 09:59 AM, 28 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ નિર્ણય લીધો છે કે આ વર્ષે IPLમાં સોફ્ટ સિગ્નલનો નિયમ હટાવી દેવાશે. આ નિયમને લઈને ભારત -ઈંગ્લેન્ડની સીરિઝમાં વિવાદ થયો હતો.

  •  BCCIએ લીધો મોટો નિર્ણય
  • આઈપીએલથી હટાવાશે સોફ્ટ સિગ્નલ
  • ટી-20 સીરિઝમાં થયો હતો વિવાદ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14)ની સીઝન શરૂ થવામાં થોડા દિવસનો સમય બાકી છે. આ વર્ષે IPL 9 એપ્રિલથી રમાવવાની છે. આ સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આઈપીએલ 2021ના શરૂ થતાં પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. BCCIએ નિર્ણય લીધો છે કે આ વર્ષે આઈપીએલમાં સોફ્ટ સિગ્નલ નિયમને હટાવી દેવાશે. ઉલ્લેખનીય છે કે ભારત- ઇંગ્લેન્ડની હાલની સીરિઝમાં પણ સોફ્ટ સિગ્નલ નિયમને લઈને મોટો વિવાદ થયો હતો. 

શું છે સોફ્ટ સિગ્નલ
જ્યારે પણ મેદાન પર હાજર અમ્પાયર કોઈ કેચની સલાહ લેવા માટે થર્ડ અમ્પાયરની તરફ ઈશારો કરે છે તેને એ સમયે એક સોફ્ટ સિગ્નલ (Soft signal) લેવાનું રહે છે. તમારો નિર્ણય જણાવ્યા બાદ મેદાની અમ્પાયરે નક્કી કરવાનું રહે છે કે તે ખોટું નથી. થર્ડ અમ્પાયર ત્યારે મેદાની અમ્પાયરને ખોટો ઠરાવે છે જ્યારે તેની પાસે કોઈ ખાસ સબૂત ન હોય. પણ આઈપીએસમાં એવું નથી. 
 
આઈપીએલમાં નહીં હોય સોફ્ટ સિગ્નલ
બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે આઈપીએલમાં હવે સોફ્ટ સિગ્નલ નિયમ નહીં રહે. બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે થર્ડ અમ્પાયરની પાસે નિર્ણય રેફર કરતા પહેલા મેદાની અમ્પાયર સોફ્ટ સિગ્નલ નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે થર્ડ અમ્પાયરના નો-બોલ અને શોર્ટ રનના નિર્ણયને પણ બદલી શકાશે. 


 
ટી-20 સીરિઝમાં થયો હતો વિવાદ  
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની ટી-20 સીરિઝના ચોથા તબક્કામાં સૂર્યકુમાર યાદવના બાઉન્ડ્રીની પાસે એક કેચ ડેવિડ મલાને પકડ્યો હતો. નિર્ણય થર્ડ અમ્પાયરની પાસે ગયો અને પહેલા મેદાની અમ્પાયરે સોફ્ટ સિગ્નલમાં તેને આઉટ આપ્યો હતો. રીપ્લેમાં દેખાયું કે બોલ જમીન પર અડી રહ્યો હતો પણ છતાં થર્ડ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો. આ નિર્ણય બાદ ચારે તરફથી આ નિયમની ટીકા થવા લાગી. એટલું નહીં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પણ આ નિર્ણયને બદલવા સુધીની વાત કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI IPL Rule T-20 soft signal આઈપીએલ ટી-20 નિયમ બીસીસીઆઈ સોફ્ટ સિગ્નલ removes soft signal from ipl 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ