ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / bcci may canceled ishan kishan and shreyas iyer central contract

Sports / ખતરામાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનું કરિયર: કડક એક્શન લઈ શકે છે BCCI, જાણો શું કર્યું હતું

Published By: Vikram Mehta

Last Updated: 06:33 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈશાન કિશાન અને શ્રેયસ અય્યરની મુશ્કેલીઓ વધી ગઈ છે. BCCI સાથે આ બંને ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવી શકે છે. આ પ્રકારે થશે તો બંને ખેલાડીઓનું ક્રિકેટ કરિઅર જોખમમાં મુકાઈ શકે છે.

ADVERTISEMENT

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ભારતના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશાન અને શ્રેયસ અય્યરની મુશ્કેલીઓ વધી ગઈ છે. BCCI સાથે આ બંને ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવી શકે છે. આ બંને ખેલાડીઓ બાબતે એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ્દ થઈ શકે છે. આ પ્રકારે થશે તો બંને ખેલાડીઓનું ક્રિકેટ કરિઅર જોખમમાં મુકાઈ શકે છે. 

ખેલાડીઓએ BCCIને વાત ના માની
ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પર આરોપ મુકવામાં આવ્યો છે કે, આ બંને ખેલાડીઓએ BCCIએ આપેલ ચેતવણીને ખૂબ જ હલ્કામાં લીધી છે. BCCI સચિવ જય શાહે ચેતવણી આપી છે કે, IPLના આધાર પર નહીં પરંતુ, રણજી ટ્રોફીના આધાર પર ભારતીય ટીમની પસંદગી થશે. ખેલાડીઓએ ભારતીય ટીમ માટે રમવું હોય તો રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવાનું રહેશે. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ અગાઉ કહ્યું હતું કે, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે રમવું હોય તો રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવાનું રહેશે. આ બંને ખેલાડીઓને વારંવાર ચેતવણી આપવા છતાં તેમણે આ વાત માની ન હતી. 

શ્રેયસ અય્યરનું જુઠ્ઠાણું
ઈશાન કિશને સાઉથ આફ્રિકા સામેની મેચમાંથી પોતાનું નામ પરત ખેંચ્યું હતું. ત્યારપછી આ ખેલાડીને રણજી ટ્રોફી રમવા માટે કહેવામાં આવી રહ્યું છે, પણ તેઓ IPL રમવા માટે પ્રેક્ટીસ કરી રહ્યા છે. શ્રેયસ અય્યરે કોઈની પણ વાત માની ન હતી. ત્યારપછી શ્રેયસ અય્યરને રણજી ટ્રોફી રમવાની સલાહ આપવામાં આવી. શ્રેયસ અય્યરે પણ BCCIની વાત માની ન હતી અને તે ઈજાગ્રસ્ત થયો હોવાનું કહીને નામ પાછું ખેંચુ લીધું હતું. 

વધુ વાંચો: જીતનો જશ્ન મનાવતા ક્રિકેટ ફીલ્ડ પર જ 34 વર્ષીય ખેલાડીનું નિધન, આવ્યો હાર્ટ એટેક

ટૂંક સમયમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવશે
NCAએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શ્રેયસ અય્યર એકદમ ફિટ છે. તેમને કંઈ જ થયું નથી, તેમ છતાં તેમણે રણજી ટ્રોફીમાંથી નામ પાછું ખેંચી લીધું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને BCCI આ બંને ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કેન્સલ કરી શકે છે. ટીમ સિલેક્ટર અજીત અગરકરના નેતૃત્ત્વમાં વર્ષ 2023-24 માટે ખેલાડી અને BCCI વચ્ચે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ફાઈનલ તૈયારીઓ કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કોન્ટ્રાક્ટ ફાઈલમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનનું નામ શામેલ કરવામાં આવ્યું નથી. આ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

India vs England Ishan Kishan Shreyas Iyer bcci canceled central contract ishan kishan central contract shreyas iyer central contract ઈશાન કિશાન શ્રેયસ અય્યર sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ