બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / karnataka cricketer k hoysala dies at the age of 34 heart attack while celebrating victory

સ્પોર્ટ્સ / જીતનો જશ્ન મનાવતા ક્રિકેટ ફીલ્ડ પર જ 34 વર્ષીય ખેલાડીનું નિધન, આવ્યો હાર્ટ એટેક

Arohi

Last Updated: 12:23 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Cricketer Dies: તમિલનાડુના સામે જ્યારે કર્ણાટકના ખેલાડી મેદાન પર જીતનું સેલિબ્રેશન કરી રહ્યા હતા તો હોયસલા અચાનક છાતીમાં દુખાવાના કારણે મેદાન પર જ બેભાન થઈને પડી ગયા હતા.

બેંગ્લોરમાં આયોજીત એજિસ સાઉથ જોન ટૂર્નામેન્ટમાં એક ચોંકાવનારી ઘટના બની. જ્યારે કર્ણાટકના ક્રિકેટર કે હોયસલાને હાર્ટ એટેક આવવાથી 34 વર્ષની ઉંમરમાં દુઃખ નિધન થયું. તમિલનાડુ અને કર્ણાટકની વચ્ચે તગડી કોમ્પિટીશન વાળી આ ટૂર્નામેન્ટમાં પ્રતિભાશાળી ખેલાડીના અકાળે નિધનથી લોકો શૉકમાં છે. આ ઘટના ગુરૂવારે બેંગ્લોરના આરએસઆઈ ગ્રાઉન્ડ પર ઘટી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hoysala YC (@i_m_hoysala)

અચાનક જ આવ્યો હાર્ટ એટેક
તમિલનાડુના સામે જ્યારે કર્ણાટકના ખેલાડી મેદાન પર જીતનું સેલિબ્રેશન કરી રહ્યા હતા તો હોયસલા અચાનક છાતીમાં દુખાવાના કારણે મેદાન પર જ બેભાન થઈને પડી ગયા. ઓન-સાઈટ ડૉક્ટરો દ્વારા તરત ઈમરજન્સી સારવાર કરવામાં આવી પરંતુ દુર્ભાગ્યથી હોયસલાએ રિસ્પોન્ડ ન કર્યું

ત્યાર બાદ તેમને આગળની સારવાર માટે એમ્બ્યુલન્સથી બોરિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ તે પહેલા જ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. હોયસલાના આકસ્મિક નિધનની ખબરથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. ખેલાડીઓ પ્રશંસકો અને અધિકારીઓએ પ્રતિભાશાળી ક્રિકેટરના નિભન પર શૉક વ્યક્ત કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hoysala YC (@i_m_hoysala)

કર્ણાટક સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડૂ રાવે સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું. "એજિસ સાઉથ ઝોન ટૂર્નામેન્ટ વખતે કર્ણાટકના ઉભરતા ક્રિકેટર, ફાસ્ટ બોલર કે.હોયસલાના આકસ્મિક નિધનના વિશે સાંભળીને દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારી હાર્દિક સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રોની સાથે છે. હાર્ટ એટેકથી યુવાઓના મોતની હાલની ઘટનાઓ સ્વાસ્થ્ય જાગરૂકતાના મહત્વ અને હૃદય સ્વાસ્થ્યના વિશે સતર્ક રહેવાની જરૂરીયાતને રેખાંકિત કરે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ