બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI Apex Cuoncil Meeting These 5 big decisions taken, 2 Indian teams will play during the World Cup

BCCI Apex Cuoncil Meeting / BCCIની બેઠકમાં લેવામાં આવ્યા આ 5 મોટા નિર્ણય, વર્લ્ડ કપ દરમિયાન 2 રમશે ભારતીય ટીમો

Megha

Last Updated: 01:01 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI Apex Cuoncil Meeting: BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ખાસ કરીને વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ સિલેક્શન અને સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી.વર્લ્ડ કપની તૈયારી માટે બે ટીમોને તૈયાર કરવામાં આવશે.

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે
  • BCCIએ શનિવારે આ વિશે ઘણી જાહેરાત કરી છે
  • વર્લ્ડ કપની તૈયારી માટે બે ટીમોને તૈયાર કરવામાં આવશે

BCCI Apex Cuoncil Meeting: 7 જુલાઈના રોજ મુંબઈમાં મળેલી એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.  BCCIએ શનિવારે આ વિશે ઘણી જાહેરાત કરી છે. વાત એમ છે કે BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ખાસ કરીને વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ સિલેક્શન અને સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ નક્કી કરવામાં આવ્યું હતું કે વર્લ્ડ કપની તૈયારી માટે બે ટીમોને તૈયાર કરવામાં આવશે. આ ટીમ આગામી સીરિઝમાં રોટેશન પદ્ધતિથી રમશે. 

આ સાથે એશિયન ગેમ્સમાં મહિલા અને પુરુષોની ટીમો ભાગ લેશે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ સિવાય T20 ફોર્મેટમાં બેટ અને બોલ વચ્ચે સંતુલન જાળવવા માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક ઓવરમાં બે બાઉન્સરને મંજૂરી પણ આપવામાં આવી છે. BCCIએ શનિવારે આ વિશે કઈ જાહેરાત કરી ચાલો એ વિશે જાણીએ. 

1) BCCIની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ (મહિલા અને પુરૂષ) એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને તેના માટે તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે . આ ગેમ્સ ચીનના હ્વાંગજુ શહેરમાં યોજાશે. 

2) વર્લ્ડ કપ 2023 પણ એશિયન ગેમ્સ દરમિયાન છે. તે નક્કી કરવામાં આવ્યું છે કે જે ખેલાડીઓ વર્લ્ડ કપ રમી રહેલી ટીમનો ભાગ નહીં હોય તેઓ આ ગેમ્સમાં ભાગ લેશે. આ માટે તાલીમ શિબિર અને તાલીમ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. 

3) ભારતીય ટીમ BCCI સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓ, નિવૃત્ત ક્રિકેટરો સહિત, વિદેશી લીગમાં રમવા માટે વિગતવાર યોજના તૈયાર કરશે.

4) સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં BCCI તરફ ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવશે. IPLના નિયમોમાંથી આ ટ્રોફીના નિયમોમાં બે મોટા ફેરફાર કરવામાં આવશે. આ સિવાય બોલરો અને બેટ્સમેનોની સ્પર્ધાના સ્તરને સંતુલિત કરવા માટે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રતિ ઓવર બોલર આ ટુર્નામેન્ટમાં 2 બાઉન્સર ફેંકી શકશે.

5) BCCI એ નિર્ણય લીધો છે કે દેશના હાલના તમામ સ્ટેડિયમોને અપગ્રેડ કરવામાં આવશે. અપગ્રેડેશનની આ પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર અને દરેક ક્ષેત્રમાં સુવિધાઓના વિસ્તરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ