બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Basketball fans! More than 3000 players scored goals, see who is Kuldeep Singh selected as coach of Mon

સંઘર્ષથી સિદ્ધી / બાસ્કેટ બોલના માંધાતા.! 3000થી વધુ ખેલાડીઓને ગોલ કરતાં કર્યા, જુઓ કોણ છે મોન્ટેક્સ મેવેરિક્સના કોચ તરીકે પસંદ પામનાર કુલદીપસિંહ

Published By: Vishal Khamar

Last Updated: 11:36 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાસ્કેટમાં બોલમાં 3000થી વધુ ખેલાડીઓ જેમને તૈયાર કર્યા તેવા Kuldeep Singh Sisodiyaની CBL-2023માં મોન્ટેક્સ મેવેરિક્સના કોચ તરીકે પસંદગી, સંઘર્ષથી સિદ્ધી સુધીની યાત્રા એક કહાની જેવી

  • નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ હિંમત ના હાર્યા
  • સફળ ખેલાડીથી લઈને મજબૂત કોચ બનનાર કુલદિપ સિંહના નામે અગણિત સિદ્ધીઓ
  • 'પ્રો બાસ્કેટબોલ લીગ'માં CBL-2023માં મોન્ટેક્સ મેવેરિક્સના કોચ તરીકે પસંદગી
  • અમદાવાદમાં 3 હજારથી વધુ ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે

 બાસ્કેટબોલમાં જ્યારે ટોચના ખેલાડીઓ કે કોચની ગણના થાય છે ત્યારે તેમાં Kuldeep Singh Sisodiyaનું નામ મોખરે આવે છે. ભારતીય બાસ્કેટબોલ ક્ષેત્રમાં કુલદીપ સિંહ એક મોટું અને જાણીતું નામ છે. એક સફળ ખેલાડીથી લઈને ટીમ માટે મજબૂત કોચ બનનાર કુલદિપ સિંહના નામે અગણિત સિદ્ધીઓ છે. તાજેતરમાં જ બહુચર્ચિત 'પ્રો બાસ્કેટબોલ લીગ'માં CBL-2023માં મોન્ટેક્સ મેવેરિક્સના કોચ તરીકે પસંદગી પામ્યા છે. જે તેમની સફળતાની નિશાની છે. Kuldeep singh Sisodiyaનું સ્પોર્ટ્સ ક્ષેત્રનું કરીયર ખૂબ જ રસપ્રદ અને અનેક સફળતાઓ, સંઘર્ષથી ભરેલું છે જે કોઈ કહાનીથી પણ કમ નથી.

કુલદીપ સિંહની બાસ્કેટ બોલમાં કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કુલદીપ સિંહની એક ખેલાડી તરીકે પસંદગી 2009માં કરાઈ હતી. આમ તો કુલદિપ સિંહના ખેલાડી તરીકેની યાત્રા વર્ષ 2009થી શરુ થઈ હતી પરંતુ તેઓની સંઘર્ષની યાત્રા તેમના નાનપણના સમયથી થઈ હતી. અંતરીયાળ ગામથી અત્યારે સફળ કોચ તરીકેની જર્ની ખૂબ રસપ્રદ છે.

રાજસ્થાનના અંતરીયાળ ગામથી શરુ થયેલી Kuldeep singh Sisodiya સંઘર્ષની યાત્રા એક કહાની જેવી  
એક ખેલાડીથી કોચ સુધીની કુલદીપ સિંહની યાત્રા સખત મહેનત, સમર્પણ અને જુનૂનની પ્રેરણાદાયી કહાની છે. રાજસ્થાનમાં બ્યાવર જિલ્લાના ગોહાના નામના એક અંતરિયાળ ગામના વતની, કુલદીપ સિંહની સંઘર્ષ યાત્રા, વિપરિત પરિસ્થિતિઓમાં ધીરજ રાખવા અને અવરોધોનો કેવી રીતે સામનો કરવો, તે શીખવાડે છે. કુલદીપ સિંહે પણ ક્રિકેટ રમીને પોતાની ખેલ યાત્રાની શરૂઆત કરી હતી. પરંતુ, તેમની લંબાઈ અને સ્ફૂર્તિને જોઈને મોટા ભાઈ વિક્રમસિંહે તેમને વોલીબોલ રમવાનું સૂચન કર્યું હતું. તેમના ભાઈ અને કાકાના સમર્થન અને સપોર્ટથી કુલદીપસિંહ અમદાવાદ આવ્યા હતા અને અહીં આવ્યા બાદ તેમને બાસ્કેટબોલની રમતથી પ્રેમ થઈ ગયો હતો. કુલદીપ સિંહે મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો હતો કે તેઓ આ જ ખેલમાં એક શ્રેષ્ઠ ખેલાડી બનીને બતાવશે. આ રીતે બાસ્કેટબોલ ખેલાડી તરીકેની તેમની યાત્રા શરૂ થઈ હતી. 

નાની ઉંમરમાં જ પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ પણ હિંમત ના હાર્યા
Kuldeep Singh Sisodiyaએ નાની ઉંમરમાં જ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. આવા પડકારજનક સમયમાં પણ તેમણે રમતગમત પ્રત્યેનો જુસ્સો યથાવત રાખ્યો હતો. સખત મહેનતથી, તેમણે રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. દેશ અને ટીમ માટે તેમણે ઘણાં મેડલ પણ જીત્યા હતા. તેમણે એક સર્ટિફાઇડ કોચ બનવા માટે NISમાંથી ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી હતી. કોચ તરીકે તેમણે અમદાવાદમાં 3 હજારથી વધુ ખેલાડીઓને ટ્રેનિંગ આપી. આ ખેલાડીઓમાંથી કેટલાકની પસંદગી નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે રમવા માટે થઈ.

કોરોનાકાળ દરમિયાન પણ કુલદીપ સિંહ સ્પોર્ટ્સ પ્રત્યે પોતાના જુસ્સાને યથાવત રાખી ગામમાં બાળકોને ખેલ પ્રત્યે પ્રોત્સાહિત કરવા એક અભિયાનની શરૂઆત કરી હતી. તેમના પ્રયત્નોને સફળતા મળી અને તેમના કેટલાક સ્ટુડન્ટ્સ હાલ ભારતીય સેના અને પોલીસમાં દેશની સેવા કરી રહ્યા છે. કુલદીપ સિંહની જીવન યાત્રા અવરોધોનો સામનો કરવા અને રમતગમત ક્ષેત્રમાં સખત મહેનતથી જીવનમાં સફળતા મેળવવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રમત પ્રત્યે તેમનું સમર્પણ અને તેમની સખત મહેનતે તેમને બાસ્કેટબોલની દુનિયામાં એક અલગ મુકામે પહોંચાડ્યા છે.

6 વર્ષના ખેલાડી તરીકેના કરીયરમાં Kuldeep Singh Sisodiya નામે અસંખ્ય મેડલો 
2009થી 2014 દરમિયાન કુલદીપ સિંહે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને દેશ અને ટીમ માટે અસંખ્ય મેડલ અને ટ્રોફીઓ જીતી હતી. બાસ્કેટબોલની રમતમાં એક ખેલાડી અને કોચ તરીકે કુલદીપ સિંહે હંમેશા શિખરો જ સર કર્યા છે. 6 વર્ષના ખેલાડી તરીકેના કરીયર બાદ તેઓ આજે દેશના એક જાણીતા કોચ છે. કુશળ બાસ્કેટબોલ ખેલાડી અને કોચ કુલદીપસિંહની અત્યાર સુધીમાં 19થી વધુ સિદ્ધિઓ પોતાના નામે છે.

સીએમ સહીત અનેક મહાનુભાવોના હસ્તે મળ્યા છે એવોર્ડ 
એવોર્ડની વાત કરીએ તો બાસ્કેટબોલ એત ખેલાડી અને કોચ તરીકે Kuldeep Singh Sisodiyaને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગુજરાતમાં ખેલમહાકુંભના પ્રારંભ સમયે ખેડા જિલ્લાના નડીયાદમાં પૂર્વ સીએમ વિજય રુપાણીના હસ્તે કુલદીપ સિંહને ઓનર એવોર્ડ અપાયો હતો. આ કાર્યક્રમમાં કુલદીપ સિંહને બાસ્કેટબોલમાં સ્પોર્ટ્સ પર્સનાલિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સિવાય, રાજસ્થાનના ગૃહમંત્રી તરફથી કુલદીપ સિંહને શ્રેષ્ઠ રમતગમત વ્યક્તિત્વનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત, રાજસ્થાનના રાજપૂત ખેલ મહાસંઘ તરફથી પણ પુરસ્કાર આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનના અજમેરમાં જિલ્લા કલેક્ટર એવોર્ડથી કુલદીપ સિંહને સન્માનિત કરાયા છે જ્યારે વર્ષ 2022માં એથ્લેટિક ઉપલબ્ધિઓ માટે કુલદીપ સિંહને એક લાખ રૂપિયાનો નાણાકીય પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય, આ જ વર્ષમાં તેઓ કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (સીબીએલ)માં બીજા સ્થાને રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ ટીમે વર્ષ 2021માં યોજાયેલ અમદાવાદ બાસ્કેટબોલ લીગમાં મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ અને ઓપન 3x3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. 

મોન્ટેક્સ મેવેરિક્સ ટીમના મુખ્ય કોચ બન્યા બાદ જીતનું છે લક્ષ્ય 
બાસ્કેટબોલ રમત પ્રત્યેનું સમર્પણ અને સખત મહેનત માટે Kuldeep Singh Sisodiya ખૂબ જ જાણીતા છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ કુલદીપ સિંહની પસંદગી એલાઇટ પ્રો બાસ્કેટબોલ લીગ (ELITE Pro Basketball League), 2023 માટે થઈ છે. આથી તેઓ ખૂબ જ ચર્ચામાં છે. તેમના માટે આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે દેશના શ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડીઓને લોકોની સામે લાવવા માટે આ લીગ જાણીતી છે. એલાઇટ પ્રો બાસ્કેટબોલ લીગ, 2023માં પસંદગી ઉપરાંત, કુલદીપ સિંહ ચાલુ વર્ષે (2023) યોજાનાર કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ (CBL)માં મોન્ટેક્સ મેવેરિક્સ ટીમના મુખ્ય કોચ પણ છે. કુલદીપ સિંહને પૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષે તેમની ટીમ સારું પ્રદર્શન કરીને ટ્રોફી જીતશે. કારણ કે, તેમની ટીમના દરેક ખેલાડીએ આ લીગ જીતવા માટે સખત મહેનત કરી છે.

બીજી તરફ સીબીએલની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ લીગમાં બધાની નજર કુલદીપ સિંહની ટીમ મોન્ટેક્સ મેવેરિક્સ પર છે. લીગમાં કુલદીપ સિંહ તેમની ટીમને જીતવા માટે તૈયાર કરી રહ્યા છે. કુલદીપ સિંહના નેતૃત્વ અને કુશળતા હેઠળ ટીમ લીગમાં ટોચમાં પહોંચી જીત મેળવે તે હેતુથી તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. 19 સુદ્ધીઓ ઉપરાંત 20મી સિદ્ધી પણ તેમના નેતૃત્વમાં ટીમને મળશે. તેવી બાસ્કેટબોલ પ્રેમીઓને આશા છે. એમાં કોઈ શંકા નથી કે, ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં તેઓ વધુ અનેક સિદ્ધિઓ હાંસલ કરશે. બાસ્કેટબોલના ક્ષેત્રમાં તેમની સફળતાની યાત્રા અન્ય ખેલાડીઓ અને કોચ માટે પણ પ્રેરણારૂપ આજે બની રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kuldeep Singh Sisodia Montex Mavericks Coach ahmedabad બાસ્કેટબોલ મોન્ટેક્સ મેવેરિક્સના કોચ ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ