ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું છે કે સોમવારે ખોલવામાં આવેલ મોટાભાગની પ્રાથમિક વિદ્યાલયોમાં કોઇ વિદ્યાર્થી દેખાયો નહોતો પરંતુ સરકારી ઓફિસોમાં કર્મચારીઓની ઉપસ્થિતિમાં સુધાર થયો. એમણે બતાવ્યું કે શહેરના સિવિલ લાઇન્સ ક્ષેત્રોના કેટલાક ભાગોમાં વાહનોની અવરજવર વધી છે. પરંતુ શ્રીનગરના અમુક વિસ્તારો અને કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં અવર જવર ઓછી રહી છે.
ADVERTISEMENT

અધિકારીએ બતાવ્યું કે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં છુટ આપવામાં આવી છે. જોકે, કેટલાક સ્થાનો પર કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવાના હજુ બાકી છે. કાશ્મીર ખીણમાં બજાર બંધ રહ્યા અને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ સતત 16માં દિવસે પ્રભાવિત રહી. જ્યારે મોટાભાગના ક્ષેત્રોમાં લેન્ડલાઇન ટેલીફોન સેવાઓ પણ પ્રભાવિત રહી હતી.
ADVERTISEMENT

જોકે સરકારનું કહેવું હતું કે ખીણમાં કેટલાક ભાગોમાં યુવાઓના સમૂહો અને સુરક્ષા દળો વચ્ચે નાની મોટી ઘર્ષણની ઘટનાના સમાચાર બની છે. કેટલાક લોકોના ઘાયલ થયાની સૂચના છે પરંતુ સ્થિતિ સામાન્ય બની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ