બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bappi Lahiri's funeral will be held in Mumbai today

અંતિમ સંસ્કાર / અલવિદા બપ્પી દા! મુંબઈમાં અંતિમ સંસ્કાર, બૉલીવુડ સ્ટાર્સ અને ચાહકોની ભીની આંખે વિદાય

Published By: Ronak

Last Updated: 01:35 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપ્પી લહેરીના નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમા મોટી સંખ્યામાં તેમના ચાહકો પણ તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

  • આજે બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે 
  • પુત્ર અમેરિકાથી મુંબઈ આવ્યો 
  • બપ્પી લહેરીના નિધનથી લોકોમાં શોકનો માહોલ 

બપ્પી લહેરીના મોતને કારણે સંગીત જગતમાં શોકનો માહોલ ફેલાયો છે. 69 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા જેથી બોલીવૂડમાં તેમજ તેમના ચાહકોમાં ગમગીની ફેલાઈ ગઈ છે. ગત રોજ તેમના પુત્ર બપ્પા લહેરી અમેરિકાતી મુંબઈ આવ્યા.અને આજે બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમા તેમના પુત્રએ તેમને અગ્નીદાહ આપ્યો હતો 

હંસ સ્મશાનમાં થશે અંતિમ સંસ્કાર 

મુંબઈના હંસ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જોકે તેમના મોતને કારણે તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેમના પુત્ર તેમની સાથે ન હતા. તેમનો પુત્ર તે સમયે અમેરિકાના લોસ એંજિલિસમાં હતો. 

29 દિવસથી હોસ્પિટલમાં એડમીટ હતા 

છેલ્લા ઘણા સમયથી બપ્પી લેહીરી બિમાર હતા. તેઓ ઓબ્સ્ટ્રક્ટિવ સ્પી એપનિયા એટલે કે ચેસ્ટ ઈન્ફેકશનની બિમારી સામે લડી રહ્યા હતા. છેલ્લા 29 દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમીટ હતા અને ગત 15 ફેબ્રુઆરીએ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે તેમની તબિયત ફરી બગડતા તેમે હોસ્પિટલ ખસેડાયા જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા. 

70 અને 80ના દાયકામાં સુપરહિટ ગીતો ગાયા 

ઉલ્લેખનીય છે કે બપ્પી લહેરીના નિધનને કારણે સંગીત જગતમાં મોટી ખોટ પડી છે. તેમની કમી ક્યારેય કોઈ પૂરી નહી કરી શકે. 70 અને 80ના દાયકામાં તેમણે ઘણા સુપરહિટ અને આઈકોનિક ગીતો ગાયા હતા. આજે પણ તેમના ગીતો પર લોકો ડાન્સ કરતા હોય છે અને નવી જનરેશનને પણ તેમના ગીતો ગમે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bappi Lahiri Funeral Mumbai અંતિમ સંસ્કાર બપ્પી લહેરી મુંબઈ bappi laheri

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ