બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક ઓફ બરોડામાં વેકેન્સી! 4000 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, ફટાફટ એપ્લાય કરી દેજો
Last Updated: 12:04 PM, 20 February 2025
ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જે નોકરીની તલાશમાં છે તેમના માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડા એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા 19 માર્ચથી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો 11 માર્ચ 2025 સુધી બેંકની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. બેંકે કુલ 4000 એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.
ADVERTISEMENT
દેશના વિવિધ રાજ્યોમાં એપ્રેન્ટિસની આ જગ્યાઓ ભરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારને દર મહિને15000 થી 20000 રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ મળશે. ચાલો જાણીએ કે આ જગ્યાઓ માટે કેટલી ઉંમરના સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે અને પસંદગી કેવી રીતે કરવામાં આવશે.
કોણ અરજી કરી શકે છે?
ADVERTISEMENT
બેંક ઓફ બરોડામાં એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ સ્ટ્રીમમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. અરજદારની ઉંમર 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
અરજી ફી કેટલી?
ADVERTISEMENT
જનરલ અને ઓબીસી કેટેગરીના અરજદારોએ અરજી ફી તરીકે 800 રૂપિયા ચૂકવવાના રહેશે. અરજી ફી SC અને ST શ્રેણી માટે 600 રૂપિયા અને વિકલાંગ અરજદારો માટે 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમામ શ્રેણીના અરજદારોએ GST ચાર્જ પણ ચૂકવવા પડશે.
અરજી આ રીતે કરો
ADVERTISEMENT
વધુ વાંચો: હવેથી UPI ચલાવવા પણ રૂપિયા આપવાના! આ કંપનીએ ગ્રાહક પાસેથી વસૂલ્યો આટલો ચાર્જ
ADVERTISEMENT
પસંદગી કેવી રીતે થશે?
એપ્રેન્ટિસ પદ માટે અરજદારોની પસંદગી CBT પરીક્ષા, ભાષા કસોટી, તબીબી કસોટી અને ડોક્યુમેન્ટ ચકાસણી દ્વારા કરવામાં આવશે. પરીક્ષામાં સામાન્ય અને નાણાકીય જાગૃતિ, હિન્દી/અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, તર્ક ક્ષમતા, કમ્પ્યુટર જ્ઞાન અને સામાન્ય અંગ્રેજી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો બેંક દ્વારા આપવામાં આવેલ સૂચના અધિકારીત વેબસાઇટ પરથી મેળવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.