બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી UPI ચલાવવા પણ રૂપિયા આપવાના! આ કંપનીએ ગ્રાહક પાસેથી વસૂલ્યો આટલો ચાર્જ
Last Updated: 11:01 AM, 20 February 2025
આજના સમયમાં, UPI આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. સરેરાશ, એક વ્યક્તિ તેના રોજના ટ્રાન્ઝેક્શનના લગભગ 60 થી 80 ટકા UPI દ્વારા કરે છે. આ જ કારણ છે કે ભારતમાં દરરોજ કરોડો UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જેના દ્વારા સેંકડો કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.
ADVERTISEMENT
એમ તો દેશભરમાં ઘણી કંપનીઓ UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે. પરંતુ પેટીએમ, ગૂગલ પે અને ફોનપે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ પેમેન્ટ એપ્સ છે. આમાંની મોટાભાગની કંપનીઓ UPI ટ્રાન્ઝેક્શન માટે કોઈપણ પ્રકારની ફી લેતી નથી અને તમારા ટ્રાન્ઝેક્શન ફ્રી હોય છે. પરંતુ, હવે કદાચ આ મફત સેવાઓ લોકો માટે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે અને વિવિધ સર્વિસ માટે ફી ચૂકવવી પડી શકે છે.
ગુગલ પેએ ગ્રાહક પાસેથી વસૂલ્યા 15 રૂપિયા
ADVERTISEMENT
આ કંપનીઓ પહેલાથી જ UPI દ્વારા મોબાઇલ રિચાર્જ કરવા માટે અલગ અલગ નામોથી ફી વસૂલ કરી રહી છે. પરંતુ હવે વસૂલાતની આ પ્રક્રિયા ફક્ત મોબાઇલ રિચાર્જ પૂરતી મર્યાદિત રહેશે નહીં અને તેનો વિસ્તાર થશે. ગુગલ પેએ તો તેની શરૂઆત પણ કરી દીધી છે. એક અહેવાલ મુજબ, ગુગલ પેએ ગ્રાહક પાસેથી વીજળી બિલ ચૂકવવા માટે કન્વીનિયંસ ફીના નામે 15 રૂપિયા વસૂલ્યા છે. રિપોર્ટ અનુસાર, યુઝરે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ગુગલ પે દ્વારા વીજળી બિલ ચૂકવ્યું હતું.
આ પણ વાંચો: ટૂંક સમયમાં ભારતનું સપનું થશે સાકાર, લૉન્ચ થશે Made in India ચિપ, જાણો પ્લાન
ADVERTISEMENT
દેશમાં વધી રહ્યો છે UPIનો ઉપયોગ
ગૂગલ પેએ આ વસૂલાતને "ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે પ્રોસેસિંગ ફી" ગણાવી હતી અને તેમાં GST પણ સામેલ હતું. જણાવી દઈએ કે UPI નો ઉપયોગ ફક્ત દુકાનોમાં ખરીદી માટે જ નહીં પરંતુ ઘણી અન્ય સેવાઓ માટે પણ થઈ રહ્યો છે. આજકાલ, લોકો પેટ્રોલ-ડીઝલ, મોબાઇલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, વિવિધ પ્રકારના બિલ પેમેન્ટ, રેલ્વે-ફ્લાઇટ ટિકિટ, મૂવી ટિકિટ, ફાસ્ટેગ, ગેસ બુકિંગ, મની ટ્રાન્સફર, મેટ્રો કાર્ડ રિચાર્જ, વીમા પ્રીમિયમ વગેરે માટે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
https://play.google.com/store/apps/details?id=com.vtvgujarati.news
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.