બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટૂંક સમયમાં ભારતનું સપનું થશે સાકાર, લૉન્ચ થશે Made in India ચિપ, જાણો પ્લાન
Last Updated: 02:36 PM, 18 February 2025
ભારતમાં પહેલી મેડ ઇન ઈન્ડિયા ચિપ ટુંક જ સમય આવી શકે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિષે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, પહેલી 'Made in India' ચિપસેટ આ વર્ષે રોલઆઉટ કરવામાં આવશે, જે ભારત માટે મિલનો પથ્થર સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે હજુ સુધી ચિપ મેન્યુફેક્ચરિંગમાં ચીન, અમેરિકા, વિયેતનામ અને જાપાન જેવા દેશોનો કબજો રહ્યો છે. પરંતુ હવે ભારત પણ આ ચિપસેટ મેન્યુફેક્ચરિંગવાળા દેશોના ક્લબમાં જોઇન કરી રહ્યો છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે હવે આપણે નેક્સ્ટ ફેજ તરફ જોઈ રહ્યા છીએ, જ્યાં આપણે ઇક્યુપમેન્ટ મેન્યુફેક્ચરર, મટિરિયલ મેન્યુફેક્ચરર અને ડિઝાઇનને ઈન્ડિયામાં ઝડપથી લાવી રહ્યા છીએ. એક ઇંટરવ્યૂમાં ભારતના સેમિકંડક્ટર પ્રોગ્રામમાં ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડરે ઘણો સારો રિસ્પોન્સ બતાવ્યો છે. જોકે તેમણે માન્યુ કે ઉત્તમ પ્રકારની ચિપ બનાવવી સરળ નથી. તેની માટે મોટા બદલાવોની જરૂર છે. તેમણે વિશ્વાસ આપ્યો કે ભારત પાસે આ સરળતાથી પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. તેમણે એમ પણ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઘણી માંગ છે. આવી સ્થિતિમાં, દેશ પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યો છે.
ADVERTISEMENT
બધા જ સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા કરી રહી છે સરકાર
અશ્વિની વૈષ્ણવે AI વિશે કહ્યું કે સરકાર તમામ સ્ટેકહોલ્ડર સાથે વાતચીત કરી રહી છે. આ યોગ્ય નિયમનકારી માળખું પૂરું પાડશે જેથી નવીનતા અને નિયમન વચ્ચે સંકલન થઈ શકે. તેમણે કહ્યું કે AI નો ઉપયોગ હેલ્થકેર, હવામાન, લોજિસ્ટિક્સ અને ડિઝાઇન સહિતની કેટલીક જટિલ સમસ્યાઓના ઉકેલ માટે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અશ્વિનીએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે ભારત પોતાનું AI મોડેલ બનાવશે, જે આગામી 10 મહિનામાં તૈયાર થઈ જશે.
વધુ વાંચો:હવેથી ગેમર્સને જરૂરી સ્કીલ્સ શીખવામાં મળશે મદદ, BGMIમાં નવો WOW Mode કરાયો રોલ આઉટ
કોણ છે દુનિયાના ટોપ AI દેશ
ગ્લોબલ વાઇબ્રેન્સી રેન્કિંગ 2023 અનુસાર, જો ટોપ 10 AI દેશોમાં એમરીકા, ચીન, યુકે, ભારત, UAE, ફ્રાંસ, દક્ષિણ કોરિયા, જર્મની, જાપાન અને સિંગાપોરનું નામ સામે આવે છે. ત્યારે, AI ને લઈને ચીન અને અમેરિકા વચ્ચે રેસ ચાલુ છે. જોકે, જ્યારે પ્રશ્ન થાય છે કે કયા દેશ પાસે સૌથી અદ્યતન AI ટેકનોલોજી છે, ત્યારે અમેરિકાનું નામ સામે આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.