બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી ગેમર્સને જરૂરી સ્કીલ્સ શીખવામાં મળશે મદદ, BGMIમાં નવો WOW Mode કરાયો રોલ આઉટ

ટેક્નોલોજી / હવેથી ગેમર્સને જરૂરી સ્કીલ્સ શીખવામાં મળશે મદદ, BGMIમાં નવો WOW Mode કરાયો રોલ આઉટ

Last Updated: 02:11 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાફ્ટન ઇન્ડિયાએ BGMIમાં વર્લ્ડ ઓફ વન્ડર (વોવ) મોડ મેપ્સ રોલ આઉટ કર્યા છે. આ એજ્યુકેશનલ મેપ્સથી ગેમર્સ ફાયર સેફટી, એન્વાયર્નમેન્ટલ અવેરનેસ એન રોડ સેફટી જેવી જરૂરી સ્કિલ શીખવામાં મદદ મળશે.

બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI)માં ગેમર્સને એક નવો ઇન્ટરેક્ટિવ લર્નિંગ એક્સપિરિયન્સ આ મળવા જઈ રહ્યો છે. હકીકતમાં ક્રાફ્ટન ઇન્ડિયાએ BGM માં વર્લ્ડ ઓફ વન્ડર (વોવ) મોડ મેપ્સ રોલ આઉટ કર્યા છે. આ એજ્યુકેશનલ મેપ્સથી ગેમર્સ ફાયર સેફટી, એન્વાયર્નમેન્ટલ અવેરનેસ એન રોડ સેફટી જેવી જરૂરી સ્કિલ શીખવામાં મદદ મળશે. તો ચાલો આના વિષે વિગતે જાણીએ.  

bgmi.jpg

પ્લેયર્સ માટે અવેલેબલ છે આ મેપ્સ

અત્યારે BGM માં ગેમર્સ માટે ફાયર રેસ્ક્યૂ- બી એ હીરો, કોડ 10564, એન્વાયર્નમેન્ટલ ક્રાઇસીસ - સેવ વર્દાતિયા, કોડ 10596 અને રોડ સેફ્ટી રેલી, મેપ કોડ 10341 અવેલેબલ છે. આમાંથી દરેક મેપમાં ગેમર્સને અલગ-અલગ ચૂનોતીઓથી લડવાનો મોકો મળે છે.

ફાયર રેસ્ક્યુ - બી એ હીરો - આ મેપમાં પ્લેયર્સને ફાયર સેફ્ટી સિમ્યુલેશનમાં ભાગ લે છે. અહીં લોકોને આગ ઓલવવી, લોકોને બચાવવા અને ફર્સ્ટ એડ વગેરે  આપતા શીખવવામાં આવે છે. ગેમમાં શીખેલી આ કુશળતાનો ઉપયોગ વાસ્તવિક જીવનમાં પણ થઈ શકે છે.

એન્વાયર્નમેન્ટલ ક્રાઇસીસ- આ મોડમાં પ્લેયર્સને એક પ્રદૂષિત શહેરમાં વૃક્ષ લગાવવા, કચરાનું સંચાલન કરવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો સામનો કરવો વગેરે ચૂનોતીઓ આપવામાં આવે છે. આ મેપનો હેતુ પ્લેયર્સને પર્યાવરણ બચાવવામાં તેમની વ્યક્તિગત ભૂમિકા વિશે શિક્ષિત કરવાનો છે.

રોડ સેફટી રેલી- આ મેપમાં પ્લેયર્સને ટ્રાફિક નિયમોનું પાલન કરતા ગલીઓમાંથી પસાર થવાનું હોય છે. આમાં હેલ્મેટનો ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન અને ચાલતા લોકોનું સન્માન કરવાનું વગેરે પર જોર આપવામાં આવે છે.

વધુ વાંચો : રોજ પલાળેલી કાળી દ્રાક્ષ ખાઓ, શરીરમાંથી આ 5 સમસ્યાઓ થશે દૂર

અપડેટમાં મળશે ઘણા ફીચર

BGMI ને લઈને આવેલી નવી લિક્સમાં જણાવવામાં આવ્યું છે કે અપકમિંગ BGMI 3.7 અપડેટમાં ઘણા નવા ફીચર્સ મળશે. લીક અનુસાર, આગામી અપડેટમાં ગોલ્ડન ડાયનેસ્ટી થીમ મોડ, નવી ઇવેન્ટ્સ, ગોલ્ડન અને બ્લૂ ડેગર, નવા વાહન, નવી ખાવાની ચીજો અને બીજી ઘણી ચીજો મળશે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gaming BGMI educational map BGMI update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ