બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / હળવદના બ્રાહ્મણી ડેમ-2 ખાતે ખેડૂતોનો હલ્લાબોલ, પિયતના પાણીની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા
Last Updated: 02:26 PM, 26 June 2026
સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી ડેમ-2 ખાતે આજે ખેડૂતો દ્વારા પિયતના પાણીની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ ઉઠાવી હતી. ખેડૂતોનું કહેવું છે કે પાકના વાવેતર બાદ હવે સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ છે, પરંતુ કેનાલમાં પાણી ન આવતાં ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બ્રાહ્મણી ડેમ-2માંથી ધનાળા, મયુરનગર, ધુળકોટ, સુરવદર, ટીકાર, ઘાટીલા, દેવળીયા સહિત સાતથી વધુ ગામોમાં પિયતનું પાણી પહોંચાડવામાં આવે છે. આ ગામોના ખેડૂતો હાલમાં પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆત બાદ મગફળી, કપાસ સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ હવે પાકના વિકાસ માટે નિયમિત સિંચાઈ જરૂરી બની છે.

ADVERTISEMENT
ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની શક્યતા છે અને તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. આ કારણોસર મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ પર પહોંચ્યા અને જવાબદાર તંત્ર સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી. ખેડૂત ચમન દલવાડીએ જણાવ્યું હતું કે કેનાલમાં લાંબા સમયથી પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે માત્ર ખેતી માટે જ નહીં પરંતુ પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા ઉભી થઈ છે. તેમણે જણાવ્યું કે ગામોમાં પાણીની ભારે તંગી છે અને ખેડૂતોને રોજિંદા જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો મગફળી, કપાસ અને અન્ય પાકોને મોટું નુકસાન થશે. તેમણે સરકાર અને સિંચાઈ વિભાગને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. ખેડૂતોની માંગ છે કે બ્રાહ્મણી ડેમ-2માંથી નિયમિત રીતે પિયતનું પાણી છોડવામાં આવે જેથી ખેતી બચાવી શકાય અને ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.