બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Bank manager and agent made a youth pauper in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદમાં બેન્કના મેનેજર અને એજન્ટે યુવકને કંગાળ બનાવ્યો: લોનના પૈસા જમા કરવાને બદલે ચાઉં કરી જતાં, કંટાળીને યુવકે કર્યો આપઘાત

Vishal Khamar

Last Updated: 06:17 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કલર મર્ચન્ટ બેંકનાં મેનેજર-એજન્ટ સામે ફરિયાદ નોંધાવા પામી છે. બેંક મેનેજર દ્વારા લોનનાં પૈસા બાબતે યુવકને ત્રાસ આપતા યુવકે આપઘાત કર્યો હતો. તેમજ બેંકના મેનેજર દ્વારા મકાન વેચી નાંખવાની ધમકીઓ આપતા હતા. આ બાબતે વેજલપુર પોલીસે બેંક અધિકારીઓ સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

  • અમદાવાદમાં કલર મર્ચન્ટ બેંકના મેનેજર-એજન્ટ સામે ફરિયાદ 
  • લોનના પૈસા બાબતે ત્રાસ અપાતાં યુવકે કર્યો આપઘાત 
  • બેંકના મેનેજર મકાન વેચી નાખવાની આપતા હતા ધમકીઓ 
  • વેજલપુર પોલીસે બેંક અધિકારીઓ સામે દુષ્પ્રેરણનો  ગુનો દાલખ કરી તપાસ આદરી 

વેજલપુરમાં એક યુવકે સહકારી બેન્ક દ્વારા થતી હેરાનગતિ થી કંટાળીને આપઘાત કર્યો. કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેંકના મેનેજર સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. બેંકના ત્રાસથી દીકરાને ગુમાવનાર પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. આ બેન્ક વિરુદ્ધ 6થી વધુ ફરિયાદ નોંધાઇ છે. વેજલપુર પોલીસે દુષ્પ્રેરણનો  ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

મૃતકનાં પરિવારજનો દ્વારા આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી 

વેજલપુરમાં કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેંકના ત્રાસથી કંટાળીને સંદિપ પરમાર નામના યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આપઘાતના એક દિવસ પછી મૃતકના ભાઈ કુલદીપ પરમારે  મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકની સેટેલાઇટ બ્રાન્ચ મેનેજર અતુલ શાહ, એજન્ટ ચિંતન શાહ, સબ એજન્ટ હિરેન સોમપુરા અને પવન સોમપુરા તેમજ સુરેશ નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઇ છે. ઘટનાં વાત કરીએ તો મૃતક સંદિપ પરમારે આર્થિક જરૂરીયાત માટે બેન્કમાંથી મકાન પર 8 લાખની લોન લીધી હતી. જેના હપ્તા અનિયમિત થતા બેન્ક દ્વારા પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ છે. બેન્કના મેનેજર અને એજન્ટ દ્રારા સતત અપમાનિત કરતા કંટાળીને સંદિપ પરમારે આપઘાતનો અંતિમ નિર્ણય લીધો હતો. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે અને માનસિક હેરાન કરનાર આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહયા છે.

એસ.ડી.પટેલ (ACP, એમ ડિવિઝન)

બેન્ક દ્વારા ઘર સીઝ કરવાની ધમકી આપી ત્રાસ આપતા યુવકે મોતને વ્હાલુ કર્યું

પોલીસ તપાસમા સામે આવ્યુ કે  2013માં સંદીપ પરમારે આર્થિક જરૂરિયાતને લઈને પોતાના મકાન પર કલર મર્ચન્ટ બેન્કમાંથી 8 લાખની લોન માંગી હતી. પરંતુ. લોન મળે તે પહેલાં રૂ. 13,700 ની EMI ની નોટિસ મળવા લાગી. જ્યારે મૃતકે બેંકના મેનેજર સંપર્ક કર્યો. ત્યારે તેઓએ તેમનું કમિશન કાપ્યા પછી તેમને રૂ. 5.5 લાખ આપ્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. એટલુ જ નહિ આર્થિક સ્થિતી ખરાબ હોવાથી EMI  ચૂકવવામાં અનિયમિત થતા બેન્કના મેનેજર અને એજન્ટોનુ દબાણ વધ્યુ હતુ. જેથી તેમણે વધુ રૂ 8.50 લાખની ટોપ-અપ લોન આપવાનું વચન આપ્યું હતું. પરંતુ માત્ર રૂ. 4.50 લાખનું વિતરણ કર્યું હતું. અને EMI તરીકે રૂ. 27,200નો હપ્તો નકકી કર્યુ. જ્યારે મૃતક પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયો. ત્યારે આરોપીએ સંદિપને ધમકી આપી હતી. એટલુ જ નહિ કોવિડ બાદ EMIના હપ્તા ભરવા માટે સંદિપે ઘરેણાં વેચી નાખ્યા  હતા. પરંતુ બેન્ક દ્વારા ઘર સીઝ કરવાની ધમકી આપીને સતત ત્રાસ આપતા હતા. સંદિપે આ હેરાનગતીને લઈને  શહેરની ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઑફિસ વિંગ (EOW )માં પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતા કોઈ કાયદેસરની કાર્યવાહી નહિ થતા સંદિપે આપઘાત કર્યો હતો. જેથી વેજલપુર પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી

મહત્વનુ છે કે લોનના નામે ઠગાઈ કેસમા અગાઉ બેન્કના મેનેજર અતુલ શાહ અને ચેરમેન વિમલ પરીખની ધરપકડ કરવામા આવી છે. આ આરોપીઓ વિરૂધ્ધ 6થી વધુ ફરિયાદ નોંધાઈ છે. જયારે એક દંપતી સહિત 4 લોકોએ હાઈકોર્ટમા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બેન્કના એજન્ટનો ત્રાસ એટલી હદે હતો કે વધુ એક યુવકે આપઘાતનો અંતિમ નિર્ણય લીધો. આ ઘટનાને લઈને વેજલપુર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ