બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંકે હોલિડે કેલેન્ડર જાહેર કરી દીધું છે જેના અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બેંકમાં કુલ 12 દિવસ રજા રહેવાની છે. જો તમે આવનારા 5 દિવસમાં બેંકનું કામ પતાવવા ઈચ્છો છો તો તમે જાણી લો કે તમારા શહેરમાં ક્યારે બેંક બંધ રહેશે. આ અઠવાડિયામાં અનેક તહેવારો હોવાથી અને અઠવાડિક રજા હોવાથી બેંકના કામ થઈ શકશે નહીં. તો આજે જ પ્લાન કરી લો તમારા તમામ કામ.

ADVERTISEMENT
આ તારીખોએ બેંક રહેશે બંધ
8 September 2021 – શ્રીમંત શંકરદેવા તિથિ
આ નિમિત્તે ગુવાહાટીની બેંકમાં રજા રાખવામાં આવશે.
9 September 2021 – હરતાલિકા તીજ
આ તહેવારના કારણે અને ઈન્દ્રજાત્રાના કારણે ગંગટોકમાં બેંક બંધ રહેશે.
ADVERTISEMENT
10 September 2021 – ગણેશ ચતુર્થી/ સંવત્સરી / વરસિદ્ધિ વિનાયક વ્રત
ગણેશ ચતુર્થીની સાથે અન્ય તહેવારો હોવાથી આ દિવસે બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ગંગટોક, બેલાપુર, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર અને પણજીમાં બેંક બંધ રહેશે.
.jpg)
ADVERTISEMENT
11 September 2021 – મહિનાનો બીજો શનિવાર
આ દિવસે મહિનાનો બીજો શનિવાર છે જેના કારણે પણજીમાં ગણેશ ચતુર્થીના બીજા દિવસે પણ બેંક બંધ રહેશે.
11 September 2021 - રવિવારની રજા
દરેક રાજ્યોમાં આ દિવસે બેંકમાં રજા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.