ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : અમદાવાદ જેવી ટ્રેજેડી, કોલેજની બિલ્ડિંગ ઉપર વિમાન તૂટી પડતાં 1નું મોત, જીવ બચાવવા લોકો ભાગ્યાં

બાંગ્લાદેશ / VIDEO : અમદાવાદ જેવી ટ્રેજેડી, કોલેજની બિલ્ડિંગ ઉપર વિમાન તૂટી પડતાં 1નું મોત, જીવ બચાવવા લોકો ભાગ્યાં

Last Updated: 02:55 PM, 21 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશ જેવી બીજી એક મોટી ઘટના બની છે જેમાં કોલેજની બિલ્ડિંગ પર એક વિમાન તૂટી પડ્યું હતું.

ADVERTISEMENT

દુનિયાભરમાં હવાઈ દુર્ઘટનાઓમાં મોટો વધારો થયો છે. 275 લોકોનો ભોગ લેનારા અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવે વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું F7 વિમાન કોલેજની બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું જેમાં 1નું મોત થયું હતું તથા ઘણા ઘાયલ થયા હતા. વિમાન તૂટી પડતાં અફરાતફરી મચી હતી. લોકો જીવ બચાવવા ભાગતાં જોઈ શકાતાં હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે જેમાં લોકોને ભાગતાં જોઈ શકાય છે.

ક્રેશ સ્થળ પર આગ અને ધુમાડાના ગોટેગોટા

ઢાકાના ઉત્તરા વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં બપોરે વિમાન ક્રેશ થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ હાજર હતા. ટેલિવિઝન ફૂટેજમાં ક્રેશ સ્થળ પરથી આગ અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે ક્રેશ થયેલ F7 BGI વિમાન બાંગ્લાદેશ વાયુસેનાનું હતું. ફાયર ઓફિસર લીમા ખાને ફોન પર જણાવ્યું હતું કે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે.

વધુ વાંચો : જાણીતી એરલાઈનમાં હડકંપ, એર હોસ્ટેસ સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો, કેબિન ક્રૂએ મોં કાળું કર્યું

12 જુને અમદાવામાં થયું હતું પ્લેન ક્રેશ

ઉલ્લેખનીય છે કે 12 જુને અમદાવાદમાં પણ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં 275 લોકોના મોત થયાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bangladesh plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ