ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / બનાસકાંઠામાં આદિવાસીઓ રોડ પર ઉતર્યાં, MLA કાંતિ ખરાડીની આગેવાનીમાં ગાંધીનગર કૂચ

વિરોધ / બનાસકાંઠામાં આદિવાસીઓ રોડ પર ઉતર્યાં, MLA કાંતિ ખરાડીની આગેવાનીમાં ગાંધીનગર કૂચ

Published By: Mit Soni

Last Updated: 04:32 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીને લઈને આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. આ વિરોધમાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો..

ADVERTISEMENT

આદિવાસી સમાજ આમ તો કોઈ પણ પ્રકારના વિવાદોમાં કે વિરોધમાં આવતો નથી. પણ જ્યારે જ્યારે તેમને અગવડતા પડે છે ત્યારે તેઓ ચોક્કસથી વિરોધ પ્રદર્શન કરે છે. એવો જ કઈ ઘાટ પાલનપુરમાં ઘડાયો છે. પાલનપુરમાં આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીને પગલે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. આ વિરોધમાં આદિવાસી સમાજની સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડા છે. કાંતિ ખરાડીની આગેવાનીમાં આદિવાસીઓની ગાંધીનગર તરફ કૂચ કરી હતી.

vtv app promotion

શું છે સમગ્ર મામલો

બનાસકાંઠામાં જાતિના દાખલા સહિત પડતર પ્રશ્નોને લઈ આદિવાસી સમાજ મેદાનમાં ઉતર્યો. પડતર પ્રશ્નો મુદ્દે પાલનપુર શહેરમાં આદિવાસી સમાજે વિરોધ કર્યો. જે પછી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કર્યું. આ દરમિયાન આદિવાસી સમાજે આક્ષેપ કરતા કહ્યું કે, રાજ્યપાલ સુધી રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનું સમાધાન થયું નથી. 3-3 વર્ષ પહેલા સપર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા આદિવાસી યુવાનોને હજુ ઓર્ડર આપવામાં આવ્યો નથી. આ સાથે જ આદિવાસી સમાજે તાત્કાલિક પડતર પ્રશ્નોની સમસ્યાનું સમાધાન કરવાની માગ કરી છે. આ માગનો સ્વીકાર ન થવા પર આદિવાસી સમાજે ગાંધીનગરમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વધુ વાંચો: 'જો મે કોઇની ભાવનાઓને ઠેસ...', ભાગેડુ લલિત મોદીના બદલાતા સૂર, જુઓ શું કહ્યું

જાતિના દાખલા કઈ જગ્યાએ કામ આવે છે.

જો જાતિના દાખલાના ઉપયોગની વાત કરવામા આવે તો તેનો ખાસ કરીને ઉપયોગ સરકારી નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ, ફીમાં રાહત, અને સરકાર દ્વારા અપાતા વિવિધ અનામત લાભો (જેમ કે સબસિડી, સરકારી યોજનાઓ) મેળવવા માટે થાય છે, ખાસ કરીને SC,ST,SEBC ના ઉમેદવારોને આનો લાભ થયો હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Adivasi Protest, Palanpur News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ