બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 'જો મે કોઇની ભાવનાઓને ઠેસ...', ભાગેડુ લલિત મોદીના બદલાતા સૂર, જુઓ શું કહ્યું

બિઝનેસ / 'જો મે કોઇની ભાવનાઓને ઠેસ...', ભાગેડુ લલિત મોદીના બદલાતા સૂર, જુઓ શું કહ્યું

Published By: Priyankka Triveddi

Last Updated: 02:22 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lalit Modi-Vijay Malya Viral Video: બિઝનેસમેન લલિત મોદી અને વિજય માલ્યાનો એક વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. આ વિડીયોમાં તેમના નિવેદનને લીધે આ વિડીયો ખૂબ ચર્ચામાં આવ્યો હતો ત્યારે IPL ફાઉન્ડર લલિત મોદીએ હવે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Lalit Modi-Vijay Malya Viral Video: ભારતમાં ફ્રોડ કરીને નાસી છૂટેલા ઇંડિયન પ્રીમિયર લીગ IPLના એક્સ ચેરમેન લલિત મોદીનો થોડા સમય પહેલાનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં તે બીજા નાસી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા સાથે પાર્ટી કરતાં નજર આવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને આ વિડીયો સામે આવ્યા પછી સરકારનું સખત વલણ પણ સામે આવ્યું હતું. સરકારની આકરી પ્રતિક્રિયા પછી હવે IPLના ફાઉન્ડર મોદીએ સૂર બદલ્યા છે અને હવે તેઓ તેમના શબ્દો માટે માફી માંગી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર માંગી માફી

લલિત મોદીએ તેમના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને તેમાં લખ્યું છે કે

" જો મેં કોઇની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય, ખાસ કરીને ભારત સરકારની જેનું હું ખૂબ સન્માન કરું છું તો હૂં માફી માંગુ છું."

IPL ફાઉન્ડર મોદીએ તેમની પોસ્ટમાં આગળ લખ્યું કે મારા નિવેદનને ખોટું સમજવામાં આવ્યું છે અને મારો કહેવાનો અર્થ એવો નહોતો હું ફરી એકવાર દીલથી માફી માંગુ છું.

વાયરલ વિડીયોમાં શું હતું?

IPL Founder Lalil Modi એ તેમના સોશિયલ મીડિયા એકઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર વિજય માલ્યાના 70 માં જન્મદિવસે લંડનમાં યોજાયેલ એક પાર્ટીનો વિડીયો શેર કર્યો હતો જે ખૂબ ઝડપથી વાયરલ થયો હતો. એ વિડીયોમાં ખાસ વાટ એ હતી કે લલિત મોદીએ પોતે એ વિડીયોમાં પોતાને અને વિજય માલ્યાને ભારતના બે સૌથી મોટા ભાગેડુ કહ્યા હતા. આ વિડીયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહ્યા છે,

" અમે બે ભાગેડુ છીએ, ભારતના સૌથી મોટા 2 ભાગેડુ."

લલિત મોદી 2010 થી જ ભારતની બહાર છે. તે Money Laundering ઉપરાંત પણ ઘણા આર્થિક ફ્રોડના કેસમાં ભાગેડુ સાબિત થયા છે. તેમણે તેમની પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે " વિજય માલ્યાને જન્મદિવસ મુબારક, ચાલો આજે ફરી ભારતમાં ઈન્ટરનેટ બ્રેક કરીએ." આ વિડીયો પછી ભારત સરકારની પ્રતિક્રિયા સામે આવી હતી. આ વાયરલ વિડીયો પછી વિદેશ મંત્રાલયના એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રણધીર જયસ્વાલે કડક શબ્દોમાં કહ્યું હતું કે જે પણ અમારા કાયદા તોડીને ભાગ્યા છે તેને ભારત સરકાર પાછા લાવશે.

આ પણ વાંચો: ફરી વધ્યો ચાંદીનો ચળકાટ, તો સોનાની તેજી પર લાગી બ્રેક! જાણો આજના રેટ

vtv app add

70 વર્ષીય માલ્યા

વિજય માલ્યા કિંગફઈહસ્ર એયર લાઇન્સની પડતી પછી વધતી જતી કાયદાકીય મુશ્કેલીના પગલે ભારતથી ભાગી ગયા હતા. ગત 18 ડિસેમ્બરના રોજ તેમણે તેમનો 70 મો જન્મદિવસ ઉજવ્યો હતો. અને તેમની સાથે તેમની પાર્ટનર પિંકી લાલવાણી પઆન હતી. હાલ માલ્યા UKમાં બેલ પર બહાર છે. જણાવી દઈએ કે વર્ષ 2025 ની શરૂઆતમાં ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની લીડરશિપમાં ભારતીય બેન્કના એક ગ્રુપે લંડનમાં એક લીગલ અપીલ જીતી હતી જેમાં કિંગફિશર એયરલાઇન્સ પર લગભગ 1.81 લાખ કરોડ રૂપિયા નક્કી કરેલ તારીખે ચૂકવવા માટે એક લાંબી કાયદાકીય પ્રક્રિયા પછી માલ્યા વિરુદ્ધમાં બેન્કરપ્સી ઓર્ડર જારી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lalit Modi Apologise Lalit Modi-Vijay Malya Viral Video IPL Founder Lalit Modi

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ