બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:42 PM, 29 December 2025
સોનાના ભાવમાં વધારા પછી સોમવારે સવારે થોડો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું હવે 1,41, 360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. બીજી તરફ મુંબઈમાં તેનો ભાવ 1,41,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ગત અઠવાડિયે 24 કેરેટ સોનાની કિંમતમાં 7,040 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવમાં 6,450 રૂપિયાનો વધારો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાલનો ભાવ 4,530.42 ડોલરની નવી સપાટી પર પહોંચી ગયો છે.
ADVERTISEMENT
ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,41,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ છે. આ રીતે 22 કેરેટ સોનું 1,29,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું 1,05, 910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર થઈ રહ્યો છે. ચાંદીની વાત કરીયે તો દેશમાં તેનો ભાવ 2,52, 900 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાલનો ભાવ 85 ડોલર પ્રતિ ઔંસની નવી સપાટી પર પહોંચી ગયું છે. જેના વધતા ભાવની પાછળ મજબૂત ઔદ્યોગિક માંગ, રોકાણકારોનું સુરક્ષિત રોકાણ અને ગ્લોબલ સ્પલાઈમાં સતત ઘટાડો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT
આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાના ભાવ 1,29,590 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયા છે. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,41,210 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે. ચેન્નાઈમાં 18 કેરેટ સોનાનો ભાવ 1,08, 490 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને પટનામાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ 1,29,490 રૂપિયા થઈ ગયો છે. આજે દિલ્હી, મુંબઈ, પટના અને કોલકાતામાં એક કિલો ચાંદીનો ભાવ 2,50, 900 રૂપિયા અને ચેન્નાઈમાં 2,73,900 રૂપિયા થઈ ગયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2026માં મોંઘા થઇ જશે સ્માર્ટફોન્સ, ગ્રાહકોએ ઝીલવો પડશે મોંઘવારીનો માર
ADVERTISEMENT
વર્ષ 2025 ખતમ થવામાં થોડાક દિવસ બાકી છે અને હાલ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આવતા વર્ષે પણ કિમતી મેટલ્સના ભાવ વધવાના સંકેત છે. જેની પાછળ ઘણા કારણ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષની નિમણૂક પર વિચારણા કરી રહ્યા છે. આ સાથે જ નવા વર્ષમાં ફડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે છે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.