ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 2026માં મોંઘા થઇ જશે સ્માર્ટફોન્સ, ગ્રાહકોએ ઝીલવો પડશે મોંઘવારીનો માર

બિઝનેસ / 2026માં મોંઘા થઇ જશે સ્માર્ટફોન્સ, ગ્રાહકોએ ઝીલવો પડશે મોંઘવારીનો માર

Published By: Priykant Shrimali

Last Updated: 12:19 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smartphone : 2026માં સ્માર્ટફોન ખરીદવું પડી શકે છે મોંઘું, ગ્રાહકો પર વધશે ભાર, જાણો શું છે સમગ્ર મામલો અહીં એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Smartphone : જો તમે આવતા બે વર્ષમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. અહેવાલો મુજબ 2026માં ભારતમાં સ્માર્ટફોનના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો વધુ માર સહન કરવો પડી શકે છે. મોબાઇલ રિટેલર્સની સંસ્થા ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) અનુસાર, છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ ફોન બનાવવામાં વપરાતા મેમરી અને અન્ય મહત્વના ભાગોના ભાવ સતત વધી રહ્યા છે. તેની સાથે ડોલર સામે રૂપિયાની કિંમતમાં થતી અસ્થિરતા પણ મોબાઇલ ફોનને મોંઘા બનાવવાનું મોટું કારણ બની રહી છે.

2026માં કેટલો વધારો થઈ શકે છે?

AIMRAના અંદાજ પ્રમાણે 2025માં જ મોબાઇલ ફોનના ભાવમાં લગભગ 10 ટકા સુધીનો વધારો જોવા મળશે. આ પછી 2026માં સ્માર્ટફોનના ભાવમાં વધુ 10થી 15 ટકા સુધીનો વધારો થઈ શકે છે. એટલે કે જે ફોન આજે વાજબી ભાવમાં મળે છે, તે આવનારા સમયમાં ઘણી વધારે કિંમતમાં ખરીદવો પડી શકે.

મોટી બ્રાન્ડ્સે ભાવ વધારવા શરૂ કર્યા

AIMRAનું કહેવું છે કે, Realme, Xiaomi, Vivo અને Oppo જેવી જાણીતી કંપનીઓએ તેમના લોકપ્રિય મોડેલ્સના ભાવમાં પહેલેથી જ વધારો કર્યો છે. કેટલીક કંપનીઓએ સીધા ફોનની કિંમત વધારી છે, જ્યારે કેટલીક બ્રાન્ડ્સે બેંક ઓફર, કેશબેક અને શૂન્ય વ્યાજ EMI જેવી સુવિધાઓ બંધ કરી દીધી છે. આ બદલાવનો સીધો અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહ્યો છે.

રિટેલ બજાર પર પણ અસર

અહેવાલો મુજબ સ્માર્ટફોન મોંઘા થતા રિટેલ બજાર પર પણ દબાણ વધ્યું છે. દિવાળી પછી મોબાઇલ ખરીદનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનાનું વેચાણ નવેમ્બર અને સપ્ટેમ્બર કરતા પણ ઓછું રહ્યું છે. પરિણામે ઘણા નાના અને મોટા રિટેલર્સને પોતાના સ્ટાફના પગાર અને દુકાનનું ભાડું જાતે ચૂકવવું પડી રહ્યું છે.

આ પણ વાંચો : હવે ખરીદવાના ગયા જમાના! સોના-ચાંદીમાં તોફાની તેજી, આજે ભાવમાં આટલો વધારો

મોંઘવારીથી બચવા શું કરવું?

નિષ્ણાંતોના મત મુજબ જો તમે નવો સ્માર્ટફોન લેવાની યોજના બનાવી રહ્યા હો, તો 2025માં ફોન ખરીદવો એક સમજદાર નિર્ણય સાબિત થઈ શકે છે. આ રીતે તમે 2026માં થનારા મોટા ભાવવધારાથી બચી શકો છો. સાથે સાથે, હાલ ઉપલબ્ધ ઓફરો અને ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Inflation Mobile Retailers

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ