બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે ખરીદવાના ગયા જમાના! સોના-ચાંદીમાં તોફાની તેજી, આજે ભાવમાં આટલો વધારો

બિઝનેસ / હવે ખરીદવાના ગયા જમાના! સોના-ચાંદીમાં તોફાની તેજી, આજે ભાવમાં આટલો વધારો

Published By: Mit Soni

Last Updated: 05:23 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના અને ચાંદીમાં દિવસેને દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી. એક અથવાડિયામાં સોનાના ભાવમાં 6 હજાર વધ્યા હતા. તો ચાંદી ઓલટાઈમ હાઈ 28 હજારનો ઉછાળો જોવા મળ્યો હતો.

સોનાના ભાવ કેટલા વધ્યા?

જો સોનાની વાત કરવામાં આવે તો તે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે સોનાનો 24 કેરેટનો ભાવ આ અઠવાડીયામાં 6,177 ભાવ વધ્યો છે, 10 ગ્રામ એટલે કે એક તોલા સોનાની કિંમત 1,37,956ને પાર પહોંચી ગઈ છે. માર્કેટના ઈતિહાસમાં સોનાની સૌથી વધુ ભાવ છે. તો બીજી તરફ 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,26,368 રૂપિયા થયો છે. અને 18 કેરેટ સોનાનો ભાવ 98,834 રૂપિયા છે.

ચાંદીના ભાવમાં તોફાની તેજી

જો ચાંદીની કિમતોની વાત કરવામાં આવે તો 2024માં ચાંદીની કિંમત 84 હજાર આસપાસ હતી જે અત્યારે વધીને 2 લાખ 28 હજારને પાર પહોંચી ગઈ છે. એક જ અઠવાડીયાની અંદર ચાંદીના ભાવમાં 28 હજાર 40 રૂપિયાનો જંગી વધારો આવ્યો છે. અઠવાડિયાની શરૂઆતમાં ચાંદીનો ભાવ 2 લાખ જેટલો હતો. જે હવે વધીને 2 લાખ 28 હજારને પાર પહોંચી ગયો છે. અમેરિકાએ વધારેલી ટેરિફ અને વધતા વૈશ્વિક તણાવને કારણે ચાંદીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જો બીજી તરફ વાત કરવામાં આવે તો સોના-ચાંદીની વૈશ્વિક માંગ વધુ છે અને જથ્થો સીમીત છે એટલા માટે આ ભાવ વધારો પણ એક કારણ માનવામાં આવે છે. નિષ્ણાંતોનું માનવું છે કે ચાંદીની કિંમતોમાં હજુ પણ ઘણો ઉછાળો જોવા મળશે.

સોનું અને ચાંદી એટલા મોંઘા કેમ થઈ રહ્યા છે?

  • આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી : વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે. તેની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.
  • ETFમાં વધતું રોકાણ : શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો હવે સલામત વિકલ્પ તરીકે સોના અને ચાંદીના ETF તરફ વળી રહ્યા છે. આ કારણે તેમની માંગ સતત વધી રહી છે.
  • ડોલરની નબળાઈ અને વ્યાજ દરની અપેક્ષા : ડોલર નબળો થતો જાય છે અને અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતા છે. આવા માહોલમાં સોનું અને ચાંદી વધુ આકર્ષક બન્યા છે.
  • ચાંદીની ઔદ્યોગિક માંગ : ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને ગ્રીન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આથી ચાંદીની ઔદ્યોગિક માંગમાં મોટો વધારો થયો છે.

વધુ વાંચો: 5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ પર ગીરમાં હુમલો

  • રાજકીય અશાંતિ અને વૈશ્વિક તણાવ : વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ, તેલના ભાવ અને રાજકીય અનિશ્ચિતતાને કારણે રોકાણકારો જોખમ ટાળવા સોનું–ચાંદી ખરીદી રહ્યા છે.
vtv app promotion
  • કેન્દ્રિય બેંકોની ખરીદી : ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે ભાવને સતત ટેકો મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price All Time High Gold Price Today Gold Price Surge

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ