બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha Lakhni taluka Clash between two groups in Moral of , video of caning goes viral

જૂથ અથડામણ / બનાસકાંઠાની સ્કૂલમાં ધ્વજવંદન બાદ બહાર ધોકા અને લાકડીઓ ઉડી, નજીવી વાતે બે જૂથ વચ્ચે મારામારી

Dinesh

Last Updated: 07:47 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

banaskantha news: લાખણી તાલુકાના મોરાલ ગામે બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થતા કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, લાકડી વડે સામસામે મારામારી કરતાનો વીડિયો વાયરલ

  • લાખણીના મોરાલ ગામે બે સમાજના લોકો આમને-સામને
  • જૂથ અથડામણને લઈ 6 સામે ફરિયાદ
  • ઈજાગ્રસ્ત લોકો હાલ ડીસા ખાતે સારવાર હેઠળ


બનાસકાંઠાના લાખણી તાલુકાના મોરાલ ગામે બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થતા કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.  મોરાલ ગામે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે એસએમસી કમિટીના અલગ અલગ સમાજના આગેવાનોને ધ્વજવંદન કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. તે સમયે બે સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાની બહાર નીકળતા જ બંને જૂથ મારામારી પર ઉતરી આવ્યા હતા. 

સામસામે મારામારી કરી હતી
25થી 30 લોકોના ટોળાએ ધોકા અને લાકડી વડે સામસામે મારામારી કરતાના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જાહેરમાં જૂથ અથડામણ થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. જે મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે ડીસાની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આગથળા પોલીસ મથકે દલપતસિંહ વરધાજી રાજપુત અને શૈલેષભાઈ રમેશજી પ્રજાપતિએ સામસામે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર મામલે આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંચવા જેવું: સિંગણપોર છેડતી વિવાદ: અંતે પોલીસે આરોપીને રાજસ્થાનથી દબોચ્યો, જાણો શું છે સમગ્ર મામલો

જૂથ અથડામણનો વીડિયો વાયરલ
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બે જૂથ સામ સામે લાકડી વડે એકબીજા પર પ્રહાર કરી રહ્યાં છે. જેના પગલે ગામમાં વાતાવરણ તંગ બન્યુ હતું. ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયું હતું. જો કે, આ સમગ્ર મામલે બે જૂથે સામ સામે ફરિયાદ નોંધાવી છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ