બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / સ્કીન માટે કેળાની છાલ ખુબ ફાયદાકારક, બેનિફિટ જાણીને તમે પણ કરશો ટ્રાય
Last Updated: 02:48 AM, 10 April 2026
અત્યારે અનેક લોકો ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. જેમ કે ડ્રાય સ્કીન અને ચમકતી ત્વચાનો અભાવનો સમાવેશ થાય છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તેઓ મોંઘા ઉપચારનો આશરો લે છે અને કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ આ બધા બાદ પણ તેમને ઘણીવાર ઇચ્છિત પરિણામો મળતા નથી. આ સ્થિતિઓમાં ઘરેલું ઉપચાર સૌથી અસરકારક સાબિત થાય છે. જેથી અહીંયા અમે તમને એક શાનદાર ઉપાય વિશે જણાવીશું જે તમારા ચહેરાને સુંદર ચમક પણ આપશે. ચાલો આ ઉપાય વિષે જાણીએ.
ADVERTISEMENT
કેળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ગુણધર્મો જેમ કે કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, પોટેશિયમ, વિટામિન A, C અને B6, ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ ગુણધર્મોને લીધે એક્સપર્ટ ઘણીવાર દર્દીઓને તેમની ભલામણ કરે છે. પણ અમે તમને કેળાની છાલના ફાયદાઓ વિશે જણાવીશું જે તમને ગ્લોઇન્ગ સ્કીન પણ આપી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
કેળાની છાલને ડાયરેક્ટ તમારા ચહેરા પર ન લગાવો. એના માટે પહેલા તમારા ચહેરાને હળવા ફેસવોશથી ધોઈને સૂકવી લો. બાદમાં કેળાની છાલના સફેદ ભાગને તમારી ત્વચા પર હળવા હાથે ઘસો. તેને ડાઘ અને ખીલવાળા વિસ્તારોમાં લગાવવાનું ભૂલશો નહીં. સ્ક્રબ કર્યા બાદ છાલને તમારી ત્વચા પર 10-15 મિનિટ માટે રહેવા દો જેથી પોષક તત્વો શોષાઈ જાય. બાદમાં તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.