બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Balasaheb saved Modi when Atalji spoke about 'rajdharma': Uddhav Thackeray

મોટો દાવો / 'બાળાસાહેબને કારણે મોદી PM બન્યાં', શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજનીતિમાં નવી હવાને જન્મ આપ્યો

Hiralal

Last Updated: 09:34 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ એક નવો દાવો કરીને રાજનીતિમાં નવી હવાને જન્મ આપ્યો છે.

  • શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને મોટો દાવો
  • બાળાસાહેબને કારણે મોદી પીએમ બનાવ્યાં
  • રાજધર્મના પાલનવાળી વાજપેયીની સલાહ વખતે બાળાસાહેબે મોદીને બચાવ્યાં હતા 

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધતા કહ્યું કે, જો બાળ ઠાકરેએ નરેન્દ્ર મોદી બચાવ્યાં ન હોત તો તેઓ પ્રધાનમંત્રી પદ સુધી ન પહોંચી શક્યા હોત. ઉદ્ધવ ઠાકરેએ એ સમયનો ઉલ્લેખ કર્યો જ્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પીએમ મોદીને 'રાજધર્મ'નું પાલન કરવાની સલાહ આપી હતી, તે સમયે બાલ ઠાકરેએ તેમની મદદ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આખો દેશ સમજવા માંગે છે કે ભાજપનું હિન્દુત્વ શું છે?

ભાજપથી અલગ થયા, હિન્દુત્વથી નહીં 
ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે શિવસેનાએ 25-30 વર્ષ સુધી રાજકીય નેતૃત્વની રક્ષા કરી હતી, પરંતુ ભાજપ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ભૂતપૂર્વ સાથી પક્ષ શિવસેના અને અકાલી દળને ઇચ્છતો ન હતો. મુંબઈમાં ઉત્તર ભારતીયોની એક સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, "હું ભાજપથી અલગ થઈ ગયો, પરંતુ મેં ક્યારેય હિન્દુત્વનો ત્યાગ કર્યો નથી. ભાજપ હિન્દુત્વ નથી, હિન્દુત્વ શું છે, ઉત્તર ભારતીયો જવાબો માંગે છે. એકબીજાને નફરત કરવી એ હિંદુત્વ નથી. 

બાળાસાહેબ ઠાકરેએ મોદીને બચાવ્યાં હતા 
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર હિન્દુઓમાં નફરત પેદા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. 25-30 વર્ષ સુધી શિવસેનાએ રાજકીય મિત્રતાનું રક્ષણ કર્યું. ભાજપને કોઈ જોઈતું ન હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીને રાજધર્મનું પાલન કરવાની વાજપેયીએ આપેલી સલાહનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું હતું કે 'બાળાસાહેબ ઠાકરેએ જ એ સમયે વર્તમાન વડા પ્રધાનને બચાવ્યા હતા. જ્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ વાજપેયી ઇચ્છતા હતા કે તેઓ રાજધર્મનું સન્માન કરે, ત્યારે બાળાસાહેબે દરમિયાનગીરી કરતાં કહ્યું હતું કે આ સમયની માંગ છે. જો આવું ન થયું હોત તો પીએમ મોદી અહીં સુધી ન પહોંચી શક્યા હોત. ઉલ્લેખનીય છે કે 2002માં ગુજરાત કોમી રમખાણ વખતે વાજપેયીએ તે વખતના સીએમ નરેન્દ્ર મોદીને રાજધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો હતો.  

શિવાજી મહારાજનું અપમાન કરનારા પાર્સલ લઈને ગયા-ઠાકરે 
ઉદ્ધવ ઠાકરેએ પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પર કટાક્ષ કર્યો હતો. ઉત્તર ભારતીયોના એક સંમેલનમાં બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "આજનો સમય સારો છે. ગગનભટ્ટ ઉત્તર ભારતના કાશીથી છત્રપતિ શિવાજી મહારાજનો તાજ પહેરાવવા આવ્યા હતા. આજે અમે ઉત્તર ભારતીયોના એક મેળાવડામાં આવ્યા છીએ, તેથી શિવાજી મહારાજનું અપમાન કરનારા એમેઝોનના પાર્સલ લઈને પાછા જઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ