બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / back pain location means from slipped discs to pinched nerves and pancreatitis

હેલ્થ / Back pain: પીઠના આ ભાગમાં થતા દુખાવાને હળવાશમાં ન લેતા! તુરંત નિષ્ણાંત પાસે પહોંચી જજો

Arohi

Last Updated: 09:18 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Back Pain Location: કમરનો દુઃખાવો આજના સમયમાં ખૂબ જ કોમન થઈ ગયો છે. તેમાંથી અમુક દુઃખાવો જલ્દી ઠીક થઈ જાય છે તો અમુક લાંબા સમય સુધી રહે છે. કમરના અલગ અલગ ભાગમાં દુઃખાવાનો શું મતલબ છે? જાણો તેના વિશે.

  • કમરના આ ભાગમાં છે દુઃખાવો? 
  • દુઃખાવો હોઈ શકે છે ખતરનાક
  • એક્સપર્ટ્સ પાસે જાણો તેનો જવાબ

કમરનો દુઃખાવો એક સામાન્ય બાબત છે લાખો લોકો તેનાથી પ્રભાવિત છે. જો કમરમાં સતત દુઃખાવો થઈ રહ્યો હોય તો રોજના કામમાં મુશ્કેલી આવી શકે છે અને આગળ ચાલીને આ દુઃખાવો અસહનીય પણ થઈ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે સતત કમરમાં થતા દુઃખાવા ઘણા એવા સંકેત આપી શકે છે જેનાથી તમને પોતાના સ્વાસ્થ્યની જાણકારી મળે છે. 

એક્સપર્ટ્સ અનુસાર દરેક પ્રકારના કમરના દુઃખાવાની સારવાર અલગ અલગ રીતે થાય છે. તેમાંથી અમુક પ્રકારના દુઃખાવા પર તરત ધ્યાન આપવાની જરૂર હોય છે. જો આરામ કર્યા બાદ પણ દુઃખાવામાં સુધાર નથી થઈ રહ્યો તો રાત્રે વધારે વધી જાય છે. છીંક, ખાંસવા પર પણ દુઃખાવો થાય છે તો તમને ડૉક્ટરને મળવું જોઈએ. કમરના કયા ભાગમાં દુઃખાવાનો શું મતલબ હોય છે તેના વિશે જાણી લો. 

બે સાઈડમાં દુઃખાવો 
જો તમારી પીઠના બન્ને સાઈડ એટલે કે કિનારીમાં દુઃખાવો થઈ રહ્યો છે તો આ સંકેત આપે છે કે તમારી કિડની, આંતરડા કે ગર્ભાશયમાં સમસ્યા હોઈ શકે છે. એક્સપર્ટ્સ અનુસાર કિડનીની સમસ્યાઓ તમારી કરોડરજ્જુના બન્ને તરફ દુઃખાવો કરે છે. 

જો કોઈને કિડનીની સમસ્યા છે તો દુઃખાવો સામાન્ય રીતે ત્યાં ફેલાય છે જ્યાં કિડની સ્થિત હોય છે. કિડનીમાં જો યુરિનરી ટ્રેકની સમસ્યા હોય છે તો સામાન્ય રીતે કરોડરજ્જુના હાડકાના બન્ને તરફ પાસળીઓમાં દુઃખાવો રહે છે. 

કરોડરજ્જુમાં દુઃખાવો 
કરોડરજ્જુમાં દુઃખાવો સ્પાઈનલ સ્ટેનોસિસ સહિત ઘણી મેડિકલ કંડિશનનો સંકેત હોઈ શકે છે. એક્સપર્ટ્સ અનુસાર સ્પાઈનલ સ્ટેનોસિસ ત્યારે થાય છે જ્યારે તમારી પીઠના નીચેના ભાગમાં સ્પાઈનલ કેનાલ સાંકડી થઈ જાય છે. આ કરોડરજ્જુના હાડકાથી તમારા મસલ્સ સુધી જતી નસો પર દબાણ કરે છે જેનાથી દુખાવો થાય છે. સ્પાઈનલ સ્ટેનોસિસ તમારા કરોડરજ્જુના હાડકા પર ગમેત્યારે થઈ શકે છે પરંતુ પીઠના નીચેના ભાગમાં તે સૌથી સામાન્ય છે. 

વધુ વાંચો: પેશાબ આવતા તરત ભાગજો! જો રોકશો તો ખતરનાક 4 બિમારીઓનો લપેટો પાક્કો

પીઠના નીચેના ભાગમાં દુઃખાવો 
ઉંમર વધવાની સાથે પીઠના નીચેના ભાગમાં દુઃખાવો અનુભવાય છે જે મસલ્સમાં ખેચાવવા કે સ્લિપ્ડ ડિસ્ક તરફ ઈશારો કરે છે. જો કોઈને પીઠના નીચેના ભાગમાં દુઃખાવો છે તો આ હર્નિયેટેડ ડિસ્ક સુધી થઈ શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ